Special Report ફેસ ઓફ નેશન, 06-04-2020 : છઠ્ઠી એપ્રિલ ૧૯૮૦ એટલે કે લગભગ ચાર દાયકા પહેલા શરૂ થયેલી ભારતની સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી(ભાજપ)નો ઉદય અને ઇતિહાસ અત્યંત રસપ્રદ અને રોચક છે. તેનાથી કદાચ તેના કટ્ટર સમર્થકો પણ અજાણ હશે. ખાસ કરીને નવી પેઢી. આજે કોરોનાની મહામારી સામે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે ત્યારે ભાજપ સ્થાપના દિનની ઉજવણીથી દૂર રહ્યું છે. જો કે આ સ્થાપના દિનની પૂર્વ સંધ્યાએ સમગ્ર દેશ દીવડાઓ અને રોશનીથી જ્યોતિર્મય બન્યો હતો, તેનું કારણ હતું કોરોના માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી અપીલ. આ વાતને જોગાનુજોગ માનીએ કે પૂર્વ સંધ્યાએ ઉજવણી થઇ તેમ માનીએ પરંતુ આજે 6 એપ્રિલે ભાજપનો 41મો સ્થાપના દિન અને તેની પૂર્વ સંધ્યાએ દેશ જ્યોતિર્મય બન્યો આ વાત ખોટી નથી. ભલે પછી જ્યોતિર્મય કોરોનાના કારણે બન્યો હોય. ખેર ! આજે ભાજપના સ્થાપના દિને આવો જાણીએ કેટલી જાણી અજાણી વાતો,.
શ્યામા પ્રસાદ મુખર્જીએ ૧૯૫૧માં જન સંઘની સ્થાપ્ના કરી હતી. આ જન સંઘને ભાજપની જનતા માનવામાં આવે છે. ૧૯૭૭માં અનેક નાની પાર્ટીઓ ભેગી કરીને જન સંઘનો જનતા પાર્ટીમાં વિલય કરવામાં આવ્યો. આ એ સમયગાળો હતો જ્યારે ભારતમાં તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ કટોકટી લગાવી બ્હોળો વિરોધ વ્હોરી લીધો હતો. આ સંઘ પણ કાશી સુધીની લાંબી યાત્રા ના ખેડી શક્યો અને ૧૯૮૦માં જનતા પાર્ટીનું પણ સ્વાહા થઇ ગયું. ત્યારબાદ અટલ બિહારી બાજપેયીના નેતૃત્વમાં કેટલાક જૂના જોગીઓએ ભેગા મળીને ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપની સ્થાપ્ના કરી. બાજપેયીની ઉદાર હિન્દુત્વવાદી નીતિએ સમાજમાં બહું ઉંડે સુધી પોતાની છાપ છોડી. પણ ૧૯૮૪ના સામાન્ય ચૂંટણીમાં ભાજપનો કરુણ રકાસ થયો. એ પછી ભાજપે કટ્ટર હિન્દુત્વનો માર્ગ અપનાવ્યો. વર્ષ ૧૯૮૪થી ૧૯૯૮ સુધી પોતાની હિન્દુત્વવાદી નીતિમાં ભાજપે અનેક પરિવર્તનો આણ્યા પણ કેન્દ્રમાં સત્તા હાસલ કરી શકે અને કાર્યકાળ પૂરો કરી શકે એટલી બેઠકો ન આવી. આખરે ૧૯૯૯માં બાજપેયીના નેતૃત્વમાં ઉદાર હિન્દુત્વની નીતિ સાથે અનેક પક્ષો ભેગા મળ્યા અને નેશમલ ડેમોક્રેટિક એલાય્નસ (NDA)ની સ્થાપ્ના થઇ. બાજપેયીના નેતૃત્વમાં જ આ સરકારે પાંચ વર્ષ પૂરા કર્યા. વર્ષ ૨૦૦૪ની સામાન્ય ચૂંટણીઓમાં NDA અને ભાજપનો પરાજય અણધાર્યો હતો. બાજપેયી પછી લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વને દેશમાં સ્વીકૃતિ ન મળી એટલે ૨૦૧૪ સુધીનો એક દાયકો કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુપીએનો રહ્યો. આ સમયગાળો ભ્રષ્ટાચાર અને કૌભાંડોથી ખરડાયેલો હતો. તેનું પરિણામ એ આવ્યું કે ૨૦૧૪માં નરેન્દ્ર મોદીના સબળ નેતૃત્વને ભારતની જનતાએ ૨૮૨ બેઠકોની જંગી બહુમતી આપી.
કોંગ્રેસ પછી જો કોઇ એક પક્ષને લોકસભામાં સંપૂર્ણ અને જંગી બહુમતી મળી હોય તેવી ઘટના ભારતના રાજકીય ઇતિહાસમાં ૨૦૧૪માં પહેલીવાર બની હતી. ભાજપના રાજકીય ઇતિહાસનું આ સર્વોચ્ચ શિખર હતું. પણ ૨૦૧૯ની ચૂંટણીનું ગણિત અલગ જ છે. બહુમતી લોકોને શંકા છે કે ૨૦૧૯માં ભાજપને સંપૂર્ણપણે બહુમતી ન પણ મળે.
ભાજપનો સંપૂર્ણ ઇતિહાસ :
૧૯૫૧ : શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘની સ્થાપના કરી.
૧૯૭૭ : ભારતીય જનસંઘ જનતા પાર્ટીમાં વિલિન થયું. જનતા પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને હાર આપી, મોરારજી દેસાઈની આગેવાની હેઠળ સરકાર બનાવી.
૧૯૮૦ : જનતા પાટીમાં શામેલ જનસંઘના સભ્યોએ અટલ બિહારી વાજપેયીનાં નેતૃત્વ હેઠળ ભાજપની રચના કરી.
૧૯૮૪ : લોક સભાની ચૂંટણીમાં પ્રથમ વખત પક્ષ તરીકે લડેલા ભાજપને બે બેઠક મળી.
૧૯૮૯ : ચુંટણીમાં કુલ ૮૮ બેઠક મેળવી પક્ષ રાષ્ટ્રીય ફલક પર ઉભરી આવ્યો, જનતા દળ ગઠબંધન સરકારને સમર્થન આપ્યું.
૧૯૯૦ : રામજન્મ ભૂમિ આંદોલનમાં લાલકૃષ્ણ અડવાણીને જેલ, ભાજપે સરકારને સમર્થન પાછું ખેંચી લીધું.
૧૯૯૬ : ચુંટણી પરિણામોમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો, વાજપેયી વડાપ્રધાન બન્યા પરંતુ કાળક્રમે ૨૭૧ સાંસદોનું સમર્થન ન મળતાં અંતે રાજીનામું આપ્યું.
૧૯૯૮ : ફરી એક વખત ભાજપની આગેવાની હેઠળ સાથી પક્ષો સાથે બનાવેલા દળ એનડીએને બહુમતી મળી, ચૂંટણીમાં ૩૦૨ બેઠકો મળી અને લોકસભાના કાર્યકાળ દરમ્યાન ભાજપનું શાસન રહ્યું.
૨૦૦૪ : એનડીએને ૧૩૬ જેટલી બેઠકો મળી.
૨૦૦૯ : એનડીએનો જુવાળ ઘટ્યો અને ૧૧૮ જ બેઠકો મેળવી શક્યું.
૨૦૧૪ : ૨૦૧૪ની ચૂંટણીમાં એનડીએ જંગી બહુમતી સાથે સત્તા પર.
૨૦૧૯ : ૨૦૧૯ની લોક સભાની ચૂંટણીમાં એનડીએ ફરીથી જંગી બહુમતી સાથે સત્તા પર.
ગુજરાત કોરોના રિપોર્ટ : કુલ 122 કેસ, વેન્ટિલેટર ઉપર કોઈ નહીં, 94ની હાલત સ્થિર, જુઓ Video
Exclusive : અમદાવાદમાં સેવા કરવા જતા હતા એ જ વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો !
કોરોનાથી 11 દિવસ બાદ સ્વસ્થ થઈને ઘરે જતા વૃધ્ધે SVP હોસ્પિટલ વિષે શું કહ્યું ?, જુઓ Video