Home News આજના દિવસમાં બની “બીજી ઘટના”; કરાચી બાદ હવે મુંબઈમાં સ્પાઈસજેટની ફ્લાઈટનું ઈમરજન્સી...

આજના દિવસમાં બની “બીજી ઘટના”; કરાચી બાદ હવે મુંબઈમાં સ્પાઈસજેટની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, કંડલાથી ઉડાન ભર્યા બાદ સર્જાઈ ખામી!

Face Of Nation 05-07-2022 : સ્પાઈસ જેટના Q-400 વિમાનને હવામાં વિંડશીલ્ડમાં તિરાડ પડ્યા બાદ મુંબઈમાં લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. સ્પાઈસજેટના પ્રવક્તાએ તેના વિશે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, પાંચ જૂલાઈના રોજ સ્પાઈસજેટની ફ્લાઈટ (SG 3324) જે કંડલાથી મુંબઈ જઈ રહી હતી. FL230 પર ક્રૂઝ દરમિયાન આ ફ્લાઈટનો વિંડશીલ્ડનો બહારનો ભાગ તૂટેલો હતો. પ્રેશર સામાન્ય થઈ ગયું હતું. ત્યાર બાદ મુંબઈમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડીંગ કરાવવામાં આવ્યું હતું. આજે જ દિલ્હીથી દુબઈ જઈ રહેલી સ્પાઈસજેટની વધુ એક ફ્લાઈટનું કરાચીમાં લેન્ડીંગ કરવામાં આવ્યું હતું.
સ્પાઈસજેટની ફ્લાઈટમાં સતત ધાંધિયા
દિલ્હીથી દુબઈ જતી ફ્લાઈટમાં ખામી સર્જાતા સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સ્પાઈસ જેટ B737 વિમાન સંચાલન ફ્લાઈટ SG-11 દિલ્હીથી દુબઈના ઈંડિકેટરમાં લાઈટમાં ખામી સર્જાતા કરાચી તરફ વાળી દેવામાં આવ્યું હતું. તેના કારણે ફ્લાઈટની ઈમરજન્સીમાં લેન્ડીંગ કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી સ્પાઈસજેટની ફ્લાઈટમાં સતત ધાંધિયા ચાલી રહ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).