Face Of Nation 28-03-2022 : દિલ્હી એરપોર્ટ પર આજે એક મોટી દુર્ઘટના ટળી છે. સોમવારે સવારે દિલ્હીથી શ્રીનગર જઈ રહેલી સ્પાઈસ જેટની એક ફ્લાઈટ પુશ બેક થતાં સમયે વીજળીના થાંભલા સાથે અથડાઈ હતી. યાત્રિકોથી ભરેલા આ પ્લેનનું એક વિંગ્સ થાંભલા સાથે અથડાતા ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. જો કે સદનસીબે કોઈ મોટી દુર્ઘટના ઘટી ન હતી. આ દુર્ઘટના બાદ યાત્રિકોને બીજા પ્લેનથી રવાના કરવામાં આવ્યા હતા. તો સ્પાઈસ જેટ દ્વારા આ દુર્ઘટનાની તપાસના આદેશ આપી દેવાયાં છે. જાણકારી મુજબ આજે સવારે 9:26 વાગ્યે આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે સ્પાઈસ જેટની એક ફ્લાઈટ દિલ્હીથી યાત્રિકોને લઈને શ્રીનગર માટે જઈ રહી હતી. પેસેન્જર ટર્મિનલમાંથી વિમાન જે સમયે રનવે તરફ જઈ રહ્યું હતું તે સમયે પુશબેક દરમિયાન તે એક વીજળીના થાંભલા સાથે અથડાઈ પડ્યું હતું.
સ્પાઈસ જેટે નિવેદન આપ્યું
ઘટના પછી સ્પાઈસ જેટના પ્રવક્તાએ કંપની તરફથી નિવેદન આપતાં કહ્યું કે, 28 માર્ચે સ્પાઈસ જેટની ફ્લાઈટ SG-160 દિલ્હીથી જમ્મુ માટે ઉડાન ભરવાની હતી. પુશ બેક દરમિયાન વિમાનનો જમણી બાજુનો પાંખ થાંભલા સાથે અથડાતા એલેરોનને નુકસાન થયું હતું. આ કારણે ફ્લાઈટમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે અન્ય એક એરક્રાફ્ટની સગવડ કરવામાં આવી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).