Home News તોફાનમાં ફસાયું સ્પાઇસજેટનું પ્લેન, મુંબઇથી પશ્ચિમ બંગાળના દુર્ગાપુર જઇ રહ્યું હતું ‘પ્લેન’,...

તોફાનમાં ફસાયું સ્પાઇસજેટનું પ્લેન, મુંબઇથી પશ્ચિમ બંગાળના દુર્ગાપુર જઇ રહ્યું હતું ‘પ્લેન’, લેન્ડિંગ સમયે બની દુર્ઘટના, 40 ઘાયલ, 12ની હાલત ગંભીર?!

Face Of Nation 02-05-2022 : રવિવારે મુંબઈથી પશ્ચિમ બંગાળના દુર્ગાપુર જઈ રહેલું સ્પાઈસજેટનું બોઈંગ B737 વિમાન તોફાનમાં ફસાયું હતું. આ કારણે એમાં સવાર લગભગ 40 મુસાફર ઘાયલ થયા હતા, એમાંથી 15ની સ્થિતિ ગંભીર છે. જોકે પાયલોટે સફળતાપૂર્વક વિમાનનું રનવે પર લેન્ડિંગ કરાવ્યું હતું. હાલ ઘાયલ લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તો બીજીતરફ વિમાન દુર્ગાપુર સ્થિત કાજી નજરલ ઈસ્લામ એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહ્યું હતું, ત્યારે એ વાવાઝોડામાં ફસાયું હતું. એ પછી ફ્લાઈટ ડગમગતાં કેબિનમાં રાખવામાં આવેલો સામાન પડવા લાગ્યો હતો, એને પગલે લગભગ 40 જેટલા મુસાફરો ઘાયલ થયા છે.
સ્પાઈસજેટે આપ્યો મદદનો ભરોસો
એક રિપોર્ટ મુજબ, પાયલોટે ખતરાને ધ્યાનમાં રાખીને સીટ બેલ્ટની સાઈન ઓન કરી દીધી હતી. એ પછી પણ ફુડ ટ્રોલી સાથે અથડાવાથી બે પેસેન્જર ગંભીર રીતે ઘાયલ થયા છે. એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે સીટ બેલ્ટની સાઈન ઓન કરવા પર ફૂડ સર્વિસ બંધ કરી દેવી જોઈતી હતી, સાથે જ તમામ મુસાફરોએ પોતાની સીટ પર પહોંચી જવું જોઈતું હતું, જોકે આ બધી બાબતોને અવગણવામાં કરવામાં આવી હતી. ફ્લાઈટ લેન્ડ થઈ કે તરત જ ઘાયલોને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. સ્પાઈસજેટના પ્રવક્તાએ પણ આ ઘટના અંગે અફસોસ જાહેરાત કરતાં ઘાયલોને શક્ય તેટલી તમામ મદદ કરવાની વાત કહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).