Face Of Nation 05-06-2022 : ભાજપના પ્રવક્તા નૂપુર શર્માને પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે. નૂપુરે પયંગબર મોહમ્મ સાહેબ પર વિવાદિત નિવેદન આપ્યું હતું. જે બાદ પાર્ટીએ તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. ભાજપે કહ્યું કે અમે તમામ ધર્મો અને તેમના પૂજ્યનું સન્માન કરીએ છીએ. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે એક લેટર જાહેર કરી કહ્યું કે ભાજપ તમામ ધર્મોનું સન્માન કરનારી પાર્ટી છે.
ભાજપે નૂપુરના સસ્પેન્શનનો લેટર જાહેર કરી દીધો
ભાજપે નૂપુર શર્મા ઉપરાંત દિલ્હી પ્રદેશના પ્રવક્તા નવીન જિંદલ પર પણ કાર્યવાહી કરી છે. જિંદને પણ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. નૂપુરના નિવેદનને સમર્થન આપતા જિંદલે ટ્વીટ કર્યું હતું. તો બીજીતરફ ભાજપ તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આઝાદીના 75માં વર્ષમાં એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના સતત મજબૂત થઈ રહી છે. અમારી પહેલી પ્રાથમિકતા અખંડ ભારત અને વિકાસ છે. દેશની એકતા યથાવત રહે, તેથી અમે સતત કામ કરી રહ્યાં છીએ.
ભાજપ આવી કોઈ વિચારધારાનો પ્રચાર નથી કરતી
પાર્ટી તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે ભારતના હજારો વર્ષના ઈતિહાસમાં પ્રત્યેક ધર્મનું માન-સન્માન જળવાઈ રહ્યું છે. ભાજપ કોઈ પણ ધર્મના કોઈ પણ ધાર્મિક વ્યક્તિનું અપમાન કરવાની કડક નિંદા કરે છે. પાર્ટી તે વિચારધારની કડક શબ્દોમાં નિંદા કરે છે, જે કોઈ પણ સંપ્રદાય કે ધર્મનું અપમાન કરે છે. ભાજપ આવી કોઈ વિચારધારાનો પ્રચાર નથી કરતી. તો બીજીતરફ પયંગબર સાહેબના નિવેદન બાદ નૂપુર શર્માને સોશિયલ મીડિયામાં રેપ અને હત્યાની ધમકી મળી હતી, જેની ફરિયાદ તેમને દિલ્હી પોલીસને પણ કરી હતી. તો શર્માના નિવેદનના વિરોધના કારણે જ કાનપુરમાં હાલમાં હિંસા ભડકી હતી. અહીં મુસ્લિમ સંગઠનોને બંધનું આહ્વાન કર્યું હતું.
બૂંદીના મૌલાનાનું નિવેદન- હાથ તોડી નાંખીશું
તો નૂપુર શર્માના નિવેદન પર રાજસ્થાનના બૂંદીના મૌલાના મુફ્તી નદીમે કહ્યું હતું કે જે પણ પયંગબર સાહેબ વિરૂદ્ધ નિવેદન આપશે, તેમની આંખો ફોડી નાંખીશું અને હાથ તોડી દઈશું. કલેક્ટ્રેટ ઓફિસની બહાર લોકોને સંબોધિત કરતા નદીમે કહ્યું હતું કે જો પયંગબર સાહેબ વિરૂદ્ધ નિવેદન આપવું કાયદાકીય રીતે યોગ્ય છે, તો અમે તે કાયદાનો વિરોધ કરીએ છીએ.
આપત્તિજનક ટિપ્પણી પર મુસ્લિમ સમાજ સતત વિરોધ
એક ન્યૂઝ ડિબેટમાં ભાજપના પ્રવક્તા નૂપુર શર્માએ ઈસ્લામના પયંગબર મોહમ્મદ સાહેબ પર કથિત રીતે આપત્તિજનક ટિપ્પણી કરી હતી, જેનો મુસ્લિમ સમાજ સતત વિરોધ કરી રહ્યાં છે. હાલમાં જ શર્માએ નિવેદન જાહેર કરી કહ્યું હતું કે તેમના નિવેદનને તોડીમરોડીને રજૂ કરવામાં આવ્યું હતું. શર્મા પર મહારાષ્ટ્ર સહિત અને રાજ્યોમાં કેસ પણ નોંધવામાં આવ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).