Face of Nation 22-12-2021: ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે હેલ્થ એક્સપર્ટ્સે જણાવ્યું છે કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવશે તે નક્કી છે. તેને રોકી શકાય તેમ નથી. પરંતુ તેને લઈને ડરવાની જરૂર નથી. 13 ડિસેમ્બરની સરખામણીમાં 19 ડિસેમ્બરના રોજ ઘણા રાજ્યમાં સંક્રમણનો દર વધ્યો છે. આ રાજ્યોમાં બિહાર, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉતરાખંડ, ત્રિપુરા, તમિલનાડુ, આસામ, ઓડિશા, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, મણિપુર અને નાગાલેન્ડનો સમાવેશ થાય છે.
બીજી તરફ કેન્દ્ર સરાકારે રાજ્ય સરકારને ચેતવણી આપી દીધી છે. કેન્દ્રએ કહ્યું છે કે ઓમિક્રોન કોરોનાના જૂના વેરિયન્ટ ડેલ્ટાની સરખામણીમાં ત્રણ ગણો ઝડપથી ફેલાઈ રહ્યો છે. એટલા માટે જરૂરી ઉપાયો શરૂ કરી દો.
મંગળવારે રાજ્યોને મોકલાયેલા લેટરમાં કહેવાયું છે કે ઓમિક્રોનનો સામનો કરવા માટે વોરરૂમ એક્ટિવ કરી દેવો જોઈએ. જરૂર જણાય ત્યાં નાઈટ કર્ફ્યૂ પણ લાગુ કરી દેવો જોઈએ. ઓમિક્રોન અને ડેલ્ટા બન્ને વેરિયન્ટ દેશમાં હાલ એક્ટિવ છે. એટલા માટે ભાવી રણનીતિને ઘડીને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવાની જરૂર છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).