Home Uncategorized શ્રીલંકામાં આર્થિક કટોકટીનો સામનો કરવા 36 કલાકનું ‘લોકડાઉન’; આજે સાંજના 6 વાગ્યાથી...

શ્રીલંકામાં આર્થિક કટોકટીનો સામનો કરવા 36 કલાકનું ‘લોકડાઉન’; આજે સાંજના 6 વાગ્યાથી સોમવારના સવાર 6 સુધી રહેશે લોકડાઉન!

Face Of Nation 02-04-2022 : શ્રીલંકામાં આર્થિક કટોકટીને લીધે સર્જાયેલી અરાજક પરિસ્થિતિને અંકૂશમાં લેવા માટે છેવટે શ્રીલંકન સરકારે 36 કલાકનું રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી છે. આ લોકડાઉન શનિવારની સાંજથી અમલી બનવા જઈ રહ્યું છે અને તે સોમવારે સવાર સુધી લાગૂ રહેશે. એટલે કે શનિવારથી સોમવાર સવાર સુધી લોકોએ તેમના ઘરોમાં પૂરાઈને રહેવું પડશે. આવશ્યક ચીજવસ્તુઓની કારમી અછત વચ્ચે રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષે દ્વારા ઈમર્જન્સી જાહેર કરવામાં આવ્યા બાદ અન્ય એક કઠોર પગલાંની જાહેરાત કરી છે. કેટલાક અર્થશાત્રીઓના મત પ્રમાણે સરકારના ગેરવહીવટ, વર્ષો સુધી સતત દેવું ઊભુ કરવામાં આવતા, અયોગ્ય કર-જકાત કાપ તથા કોવિડ-19ની પ્રતિકૂળ અસરોનું આ પરિણામ છે.
આજે સાંજના 6થી સોમવારના સવાર 6 સુધી લોકડાઉન
શ્રીલંકામાં ખાદ્યાનો, ઈંધણ તથા દવાઓની કારમી અછતને પગલે સરકાર વિરોધી મોટાપાયે પ્રદર્શનો ઉપર અંકૂશ મુકવા શનિવાર સાંજથી 36 કલાકના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. તે શનિવારે સાંજે 6 વાગ્યાથી અમલી બન્યું છે અને સોમવારે સવારે 6 વાગ્યા સુધી રહેશે.
ગોતાબાયા રાજપક્ષેએ શુક્રવારે ઈમરજન્સી જાહેર કરી
શ્રીલંકામાં વધતી જતી આર્થિક સમસ્યાને કારણે લોકો હવે રસ્તા પર આવીને વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ શુક્રવારે ઈમર્જન્સી જાહેર કરી દીધી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે દેશની સુરક્ષા અને જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. શનિવારે પાટનગર કોલંબોમાં સેના તહેનાત કર્યા પછી દુકાનો ખોલવામાં આવી છે, જેથી લોકો જરૂરી સામાન ખરીદી શકે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).