Face Of Nation 27-03-2022 : શ્રીલંકા અત્યારે ખૂબ જ નાજુક સમયમાંથી પસાર થઈ રહ્યું છે અને દેશમાં મોંઘવારીએ લોકોની કમર તોડી નાંખી છે. દેશમાં વિદેશી હૂંડિયાણ પણ લગભગ ખતમ થઈ ગયું છે. શ્રીલંકાની આર્થિક સ્થિતિ ખૂબ જ કથળી રહી છે. ફેબ્રુઆરી,2022માં શ્રીલંકા પાસે ફક્ત 2.5 અબજ ડોલર વિદેશી હૂંડિયામણ હતું ત્યારે તેની ઉપર 4 અબજ ડોલરનું દેવું છે. આ પૈકી મોટાભાગનું દેવું ચીનનું છે, જેણે શ્રીલંકામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટાપાયે રોકાણ કરેલું છે. શ્રીલંકા ઉપર ચીનના દેવાનું એટલું વ્યાપક દબાણ છે કે, હવે દેશની પ્રજાની દૈનિક જરૂરિયાતો પૂરી કરવી પણ મુશ્કેલ બની રહી છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) તથા અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થા બેલ આઉટ પેકેજ નહીં આપે તો શ્રીલંકા આર્થિક રીતે ખતમ થઈ જશે.
પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં અસહ્ય વધારો થયો
દેશમાં વિદેશી હૂંડિયામણના સંકટ વચ્ચે પેટ્રોલિયમ પેદાશોની કિંમતમાં અસાધારણ વધારો થયો છે. શ્રીલંકાથી એવી સ્થિતિ સર્જાઈ છે કે લોકોને પેટ્રોલ ખરીદવા માટે કલાકો સુધી પેટ્રોલ પંપ બહાર લાઈનમાં ઉભા રહેવું પડે છે. ફેબ્રુઆરી મહિનામાં શ્રીલંકામાં ફુગાવાનો દર 17.50 ટકાના વિક્રમજનક સ્તર પર હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).