Face of Nation 14-12-2021: જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં ભારતીય સેનાની આતંકીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી ચાલુ છે. સેનાને આતંકીઓ છૂપાયેલા હોવાની બાતમી મળી હતી. એક આતંકી માર્યો ગયો હોવાના સમાચાર છે. ઉલ્લેખનીય છે કે શ્રીનગરમાં ગત રાતે આતંકીઓએ સુરક્ષાદળો પર હુમલો કર્યો હતો. જેમાં 3 પોલીસકર્મીઓ શહીદ થયા અને 11 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. જે હાલ સારવાર હેઠળ છે. આતંકી હુમલામાં ઘાયલ થયેલો ત્રીજો જવાન રમીઝ અહેમદ આજે સવારે શહીદ થયો. સારવાર દરમિયાન તેનું નિધન થયું. આતંકી હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. શ્રીનગરમાં થયેલા આ હુમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદે લીધી છે. જૈશ એ મોહમ્મદ અને કાશ્મીર ટાઈગર્સે મળીને આ હુમલો કર્યો હોવાનું કહેવાય છે.
આ બાજુ પૂંછમાં સુરક્ષાદળોએ આતંકીઓને ચારેબાજુથી ઘેરી લીધા છે. બંને બાજુથી ખુબ ફાયરિંગ થઈ રહ્યું છે. આતંકીઓનું બચવું હવે અશક્ય છે. 16 રાષ્ટ્રીય રાઈફલ્સ અને એસઓજીની ટીમ મળીને આતંકીઓ વિરુદ્ધ આ જોઈન્ટ ઓપરેશન ચલાવી રહી છે. સુરક્ષાદળોને ઈનપુટ મળ્યું હતું કે પૂંછમાં 2થી 3 આતંકીઓ છૂપાયેલા છે.
ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં એકવાર ફરીથી આતંકીઓએ કાયરતાપૂર્ણ હુમલો કર્યો અને શ્રીનગરમાં સુરક્ષાદળોની એક બસને નિશાન બનાવી. આ હુમલામાં 3 જવાન શહીદ થયા જેમાં એક ASI અને બે કોન્સ્ટેબલ સામેલ છે. જ્યારે 11 જવાન ઘાયલ છે. આતંકીઓએ શ્રીનગરના જેવાન પંથા ચોક વિસ્તાર પાસે પોલીસની બસ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું. આ હુમલો સોમવારે સાંજે લગભગ 6 વાગે થયો. પોલીસના 25 જવાન જ્યારે ડ્યૂટી પૂરી કરીને પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમની બસ પર ત્રણ આતંકીઓએ ફાયરિંગ કર્યું.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)