Home Gujarat સ્કૂલમાં કોરોનાની એન્ટ્રી; અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ધો-2નો વિદ્યાર્થી પોઝિટિવ, વર્ગને સેનેટાઈઝ...

સ્કૂલમાં કોરોનાની એન્ટ્રી; અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ધો-2નો વિદ્યાર્થી પોઝિટિવ, વર્ગને સેનેટાઈઝ કરવાની કામગીરી શરૂ!

Face Of Nation 13-04-2022 : કોરોનાના કેસ ઘટતાં સ્કૂલો 100 ટકા હાજરી સાથે ફરીથી શરૂ કરવામાં આવી છે, ત્યારે આજે લાંબા સમય બાદ અમદાવાદની સ્કૂલમાં ધોરણ 2નો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો છે. વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા બાદ વર્ગ સેનિટાઇઝ કરાયા હતા અને સ્કૂલે DEOને જાણ કરી હતી.
માતાએ 12 એપ્રિલે સ્કૂલને જાણ કરી હતી
મેમનગરમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ લોયલ સ્કૂલમાં ધોરણ 2માં ભણતા વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વિદ્યાર્થીની તબિયત છેલ્લા કેટલાક સમયથી સારી ન હતી, જેથી વિદ્યાર્થી નિયમિત સ્કૂલે આવ્યો નહોતો. 9 એપ્રિલે સ્કૂલે આવ્યો ત્યારે પણ તેને તાવ હતો, જેથી 11 એપ્રિલે તેની માતા તેને ડોકટર પાસે લઇ ગયા હતા. ત્યારે બાળકને કોરોના હોવાની જાણ થઈ હતી. એ બાદ માતાએ 12 એપ્રિલે સ્કૂલને જાણ કરી હતી અને સ્કૂલના આચાર્યએ DEO કચેરીએ જાણ કરી હતી. સ્કૂલ દ્વારા વર્ગ પણ સેનિટાઇઝ કરવામાં આવ્યા હતા.
અન્ય વિદ્યાર્થી હજુ સુધી સંક્રમિત થયા નથી
આ અંગે સ્કૂલના આચાર્ય ફાધર ઝેવિયર્સ અમલરાજે જણાવ્યું હતું કે, અમને જાણ થતાં અમે DEOને જાણ કરી છે. અન્ય બાળકોને પણ કોઈ લક્ષણ જણાય તો ઘરે રહેવા સલાહ આપી છે. જોકે તે વિદ્યાર્થીના સંપર્કમાં કોઈ આવ્યું નથી, તેથી અન્ય વિદ્યાર્થી હજુ સુધી સંક્રમિત થયા નથી. અમે સ્કૂલમાં પણ અત્યારે પૂરી તકેદારી રાખી રહ્યા છીએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).