Home Uncategorized ગુજરાતમાં બૂસ્ટર ડોઝનો પ્રારંભ, 3500 કેન્દ્રો પર પ્રિકોશન ડોઝ અપાશે

ગુજરાતમાં બૂસ્ટર ડોઝનો પ્રારંભ, 3500 કેન્દ્રો પર પ્રિકોશન ડોઝ અપાશે

Face of Nation 10-01-2022:  રાજ્યમાં ફ્રન્ટ લાઈન વર્કર્સ, હેલ્થ વર્કર્સ તથા 60 વર્ષથી વધુની આયુના અને અન્ય બીમારી ધરાવતા વયસ્કોને કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ આપવાનો સોમવાર 10મી જાન્યુઆરી થી પ્રારંભ થયો છે. જેને લઇને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ ફ્રન્ટ લાઈન વર્કર્સ અને વરિષ્ઠ નાગરિકોને કોરોના વેક્સિનના પ્રિકોશન ડોઝ આપવાના આ પ્રારંભ પ્રસંગે ગાંધીનગર મહાનગર પાલિકાના સેકટર-૨૯ ના અર્બન હેલ્થ સેન્ટર ખાતે ઉપસ્થિત રહ્યા હતા

સમગ્ર રાજ્યમાં આવા પ્રિકોશન ડોઝ માટે પાત્રતા ધરાવતા અંદાજે 9 લાખ લોકોને આજે પ્રથમ દિવસે રાજ્ય ભરના 3500 રસીકરણ કેન્દ્રો પરથી અંદાજે 17હજારથી વધુ આરોગ્ય કર્મીઓ આ ડોઝ આપવાના છે અગાઉ લીધેલા ડોઝ સમયે નોંધાવેલા રજિસ્ટ્રેશન નંબરના માધ્યમથી પ્રિકોશન ડોઝ મેળવી શકાશે. જો મોબાઈલ નંબર બદલાઈ ગયો હોય તો બીજો ડોઝ લીધાનું પ્રમાણપત્રના માધ્યમથી ડોઝ લઈ શકાશે. પહેલો અને બીજો ડોઝ જે વેકસીનનો લીધો હશે એ જ કંપનીની વેક્સીનનો ડોઝ પ્રિકોશન ડોઝ તરીકે લેવાનો રહેશે. કોવિશિલ્ડ લેનારને કોવિશિલ્ડ અને કોવેકસીન લેનારને કોવેકસીન જ પ્રિકોશન ડોઝ તરીકે અપાશે.

મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગર મહાનગરપાલિકાના રસીકરણ કેન્દ્રની મુલાકાત દરમ્યાન આરોગ્ય કર્મીઓ અને વેક્સિન લેનારાઓ સાથે વાતચીત કરીને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા,આરોગ્ય વિભાગના કાર્યકારી અગ્ર સચિવશ્રી મુકેશ કુમાર,ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ તેમજ આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, મહા નગર પાલિકાના પદાધિકારીઓ વગેરે પણ જોડાયા હતા

આરોગ્ય મંત્રાલય દ્વારા માહિતી આપવામાં આવી છે કે જે લોકોએ બૂસ્ટર ડોઝ અથવા પ્રિકોશન ડોઝ લેવાનો છે તેઓએ ફરીથી નોંધણી કરાવવાની જરૂર રહેશે નહીં. તેમની પાસે બે વિકલ્પ હશે. પહેલું એ કે તેઓ Cowin એપ પર એપોઈન્ટમેન્ટ લઈ શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).