Home Uncategorized સોમવારથી શરૂ થતું સંસદનું સત્ર તોફાની બને તેવા એંધાણ : ઈવીએમ સહિતના...

સોમવારથી શરૂ થતું સંસદનું સત્ર તોફાની બને તેવા એંધાણ : ઈવીએમ સહિતના મુદ્દા ગાજશે

Face Of Nation : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બનેલી નવી સરકારને સોમવારથી શરૂ થયેલા સંસદના સત્રમાં વિપક્ષના પ્રહારોનો સામનો કરવો પડશે. આગામી સોમવારે શરૂ થનારૂ આ સત્ર તોફાની બની રહે તેવા એંધાણ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, કોંગ્રેસ સહિત તમામ વિપક્ષો ઈવીએમના મુદ્દાના સંસદમાં ઉઠાવવાની તૈયારી કરી રહ્યા છે. વિપક્ષોને આશંકા છે કે ભાજપને લોકસભાની ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક જીત પાછળ ચૂંટણી પંચ અને ઈવીએમએ મહત્વની ભૂમિકા ભજવી છે. આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કે, ચૂંટણી પંચના આંકડા સાથે વિપક્ષો સહમત નથી. ઈવીએમના મુદ્દે કોંગ્રેસ હજુ સુધી કોઈ સીધો પ્રહાર નથી કર્યો પરંતુ પ્રિયંકા ગાંધીએ રાયબરેલીની મુલાકાત દરમિયાન ઈવીએમનો ઉલ્લેખ કર્યા વગર ઈશારામાં કહ્યુ હતુ કે, ભાજપે ચૂંટણી કઈ રીતે જીતી છે. પક્ષના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિપક્ષ સંસદમા હંગામા બાદ આ મુદ્દાને ચૂંટણી પંચ અને રાષ્ટ્રપતિ પાસે લઈ જવાની તૈયારીમાં છે. તેઓની માંગણી છે કે હવે પછીની ચૂંટણી બેલેટ પેપરથી થવી જોઈએ.