Face Of Nation 16-06-2022 : રાજ્યમાં ટ્રાફિકના નિયમોની અમલવારીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ઈ-ટ્રાફિક કોર્ટ થશે શરૂ થશે. જેમાં ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બદલ ઈ-મેમોની સાથે સીધી FIR પણ દાખલ થશે. ઈ-મેમોના દંડની રકમ નહીં ભરાય તો કાયદાકીય કાર્યવાહી થશે. ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠ સમક્ષ આવેલ જાહેર હિતની અરજી બાબતે ઈ-ટ્રાફિક કોર્ટ પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ થશે તેવા ચીફ જસ્ટિસે સંકેત આપ્યા છે.
મહિનાઓ બાદ ઈ-મેમો પોસ્ટમાં આવે છે
ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ઈ-મેમોના દંડની રકમની ભરપાઇ મુદ્દે જાહેર હિતની અરજી કરવામાં આવી છે. જેમાં અરજદારના વકીલ વિશાલ દવે દ્વારા રજુઆત કરાઈ છે કે, કેટલાંક કિસ્સાઓમાં ઈશ્યુ થયેલ ઈ-મેમો વાહનના માલિકના નોંધાયેલા સરનામે સમયસર પહોંચતા નથી અને મહિનાઓ બાદ ઈ-મેમો પોસ્ટમાં આવે છે. ઈ-મેમોના દંડની રકમ ભરપાઇ ન થાય તેવા સંજોગોમાં ટ્રાફિક પોલીસે કોર્ટમાં પ્રોસીક્યુશન સમયસર દાખલ કરવાનું હોય છે. પરંતુ તેમાં પણ ઉણપ રહી જાય છે.
ત્રણ મોટા શહેરોમાં 120 કરોડના દંડની રકમ બાકી
મોટર વ્હિકલ એક્ટના નિયમ પ્રમાણે ટ્રાફિકના ઈ-મેમો છ મહિનાથી વધુ સમયની અવધિના હોય છે, તેવા ઈ-મેમો પર કોઈ કાર્યવાહી થઈ શકતી નથી. આ સ્થિતિમાં એક તરફ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે યોગ્ય કાર્યવાહી થતી નથી બીજી બાજુ સરકારને મળવાપાત્ર દંડની રકમની પણ વસૂલાત થઈ શકતી નથી. અરજદાર દ્વારા એ પણ રજૂઆત કરી શકે માહિતી અધિકાર નિયમ દ્વારા થકી વડોદરા, સુરત રાજકોટમાં દંડની રકમ અંગેની માહિતી મેળવવામાં આવી. જેમાં 120 કરોડના દંડની રકમ હજુ ભરાઈ નથી.
કોર્ટની રાજ્ય સરકાર અને પક્ષકારોને નોટિસ
સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર અને જસ્ટિસ અશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે રાજ્યમાં ટ્રાફિક કોર્ટ મુદ્દે સંકેત આપતા ઉલ્લેખ કર્યો કે, દંડની રકમ કાર્ડથી ભરવા પરના બેન્કિંગ ચાર્જનો પ્રશ્ન પણ ઉકેલાઈ ગયો છે. જાહેર હિતની અરજી બાબતે કોર્ટે રાજ્ય સરકાર સહિત અન્ય પક્ષકારોને નોટિસ પાઠવી છે. આ મામલે 1 જુલાઈના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).