Face Of Nation 29-06-2022 : રાજસ્થાનના ઉદયપુરમાં થયેલી કરપીણ હત્યાને પગલે ઊભી થયેલી ભારેલા અગ્નિ જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર પણ એલર્ટ બની ગઈ છે. આજે સાંજે રાજ્યના મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ વડાએ તમામ જિલ્લાના પોલીસ વડા અને પોલીસ કમિશનર સાથેની એક બેઠક યોજવામાં આવી છે. જેમાં રાજસ્થાનની ઘટના અને રથયાત્રા અંગેની પોલીસ વ્યવસ્થાની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવશે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
રાજસ્થાનની ઘટનાથી ગુજરાત પોલીસ એલર્ટ
ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનના ઉદેપુરમાં નૂપુર શર્માના સમર્થકની કરપીણ હત્યાને પગલે સમગ્ર રાજસ્થાનમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઇ રહી છે. ત્યારે તેના પડઘા ગુજરાતમાં ન પડે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગુજરાત સરકારે પણ ગઈકાલ રાતથી અગમચેતીના પગલાં રૂપે પોલીસને એલર્ટ કરી દીધી છે.
મુખ્યમંત્રી-પોલીસવડા સાથે ગૃહ રાજ્યમંત્રીની બેઠક
ત્યારબાદ આજે સાંજે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી ગુજરાતના જિલ્લા પોલીસવડા અને શહેર પોલીસ કમિશનરો સાથે ગુજરાતની વર્તમાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે વિસ્તૃત સમીક્ષા કરશે. આ ઉપરાંત 1લી તારીખે યોજાનારી રથયાત્રા સંદર્ભે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અંગે પણ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરશે.
સુરક્ષા વ્યવસ્થાની ગૃહમંત્રીએ કરી સમીક્ષા
અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભક્તિ ભાવ સાથે નીકળશે. આ પ્રસંગે ગુજરાતના અનેક શહેરોમાં રથયાત્રા નીકળવાની હોવાથી, તમામ વ્યવસ્થાઓ અને સુરક્ષા સંબંધી આયોજનની સમીક્ષા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી.બેઠકમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ, ATS, IB સહિત તમામ એજન્સીના અધિકારીઓ હાજર રહ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રિપોર્ટ કોરોના પોઝિટિવ, રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થાની હર્ષ સંઘવીએ કરી...