Face Of Nation, 10-08-2021 : સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા આઝે પેટ્રોલ પંપ પર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા. જેમા આશરે 400 કરોડનું વેટ રજિસ્ટ્રેશન વગરનું વેચાણ ધ્યાને આવ્યું હતું. રાજ્યના અમદાવાદ સહિત 11 શહેર તથા અન્ય 29 મળીને કુલ 104 જગ્યાએ પેટ્રોલપંપની નોંધણી રદ્દ થઇ હતી કે નિયમ મુજબ ભરવાપાત્ર વેરો ભર્યા વગર જ પેટ્રોલ કે ડિઝલનું વેચાણ કરાતું હોવાનું સામે આવ્યું હતું. સ્ટેટ જીએસટી સિસ્ટમ એનાલિસિસ કર્યું હતું. જેમા ધ્યાને આવ્યું કે, રાજ્યના અનેક પેટ્રોલપંપને કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલ વેચાણ કરવામાં આવી રહ્યું હતું.
જો કે પેટ્રોલપંપની નોંધણી રદ્દ થઇ ગઇ હતી. આ ઉપરાંત પેટ્રોલ પંપ દ્વારા નિયમો અંતર્ગત ભરવાપાત્ર વેરો ભરવામાં આવ્યો નહોતો. જેથી અમદાવાદમાં 6, આણંદમાં 4, બનાસકાંઠામાં 4, ગોધરામાં 4, ખેડામાં 7, પોરબંદરમાં 5, રાજકોટમાં 15, જામનગરમાં 9, સુરતમાં 8, વડોદરામાં 9, વલસાડમાં 4 અને અન્ય 29 મળીને કુલ 104 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.
સ્ટેટ જીએસટીની તપાસમાં અનેક પેટ્રોલ પંપ પર વેટનું રજીસ્ટ્રેન રદ્દ થયેલું હોવાનું સામે આવ્યું હતું. આ છતા પેટ્રોલ પંપ ચાલતા હતા. આવા કુલ 27 પેટ્રોલ પંપ ચાલી રહ્યા હતા. રજીસ્ટ્રેશન વગર જ 400 કરોડનું વેચાણ કર્યું હતું. કેટલાક પેટ્રોલપંપ ભરવા પાત્ર વેરો પણ ભરતા નહોતા. અત્યાર સુધીની કાર્યવાહીમાં 64 કરોડ વેરો ભરપાઇ થયો છે. હજી પણ કાર્યવાહી ચાલી રહી છે. આ ઉપરાંત વેરો નહી ભરનાર લોકોની મિલ્કત ટાંચમાં લેવાશે. 27 પેટ્રોલ પંપ પર હાલ કાર્યવાહી ચાલી રહી છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)