Home Uncategorized ચેતી જજો! ગુજરાતીઓ બેદરકાર બનશો તો ફરીથી ઘરમાં પૂરાઇ જવું પડશે

ચેતી જજો! ગુજરાતીઓ બેદરકાર બનશો તો ફરીથી ઘરમાં પૂરાઇ જવું પડશે

Face of Nation 08-01-2022:  અમદાવાદમાં કોરોનાના કેસો વકરતાં આજે રાજ્યના આરોગ્ય મંત્રી અને અમદાવાદના પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની આગેવાનીમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શહેરી વિકાસ સચિવ મુકેશકુમાર, કલેકટર સંદીપ સાગલે, DDO અનિલ ધામેલીયા, મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરા, સોલા અને સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક ચાલી રહી છે. અમદાવાદમાં હોસ્પિટલમાં બેડ, ICU બેડ, ટેસ્ટીગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ વગેરે અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. શહેરીજનો બેફામ રીતે કોરોનાની ગાઈડલાઈનનો ભંગ અને માસ્ક વગર ફરી રહ્યાં છે જે મામલે પણ કડક કાર્યવાહી અંગે ચર્ચા ચાલી રહી છે.
ગુજરાત સરકારે તો નિયંત્રણો જાહેર કરી દીધાં છે, પરંતુ એનું પાલન કરાવવાની જવાબદારી હવે સ્થાનિક તંત્રની છે, એમાં પ્રભારી સચિવ, જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરનો સમાવેશ થાય છે. જે-તે શહેરમાં કોરોનાના કેસ, ટ્રેસિંગ, ટેસ્ટિંગ, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક સહિતના નિયમોનું પાલન કરાવવું પડશે. એટલું જ નહીં, જો સ્થિતિ વણસે તો મ્યુનિસિપલ કમિશનર, પ્રભારી સચિવ અને કલેક્ટરે નિયંત્રણો વધુ કડક કરી શકે છે, જેમાં વીકેન્ડ કર્ફ્યૂ, બજારો, ચાની કીટલી, પાનના ગલ્લા, મોલ, કોમ્પ્લેક્સ અને મલ્ટિપ્લેક્સ પણ બંધ કરાવી શકે છે. સરકારે ભલે 15 જાન્યુઆરી સુધીનાં નિયંત્રણો જાહેર કર્યાં છે, પરંતુ સ્થાનિક તંત્ર એ સિવાયનાં નિયંત્રણો લાગુ કરી શકે છે.
7 જાન્યુઆરીએ મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટી તંત્રોની આ સજ્જતા અંગેની સમીક્ષા કરતાં કહ્યું હતું કે જિલ્લાના પ્રભારી સચિવોનું જિલ્લા તંત્રોને જરૂરી માર્ગદર્શન મળી રહે એ માટે તેમને જિલ્લાઓમાં પહોંચવા સૂચના આપી હતી. એટલું જ નહિ, સરકાર તરફથી જરૂરી તમામ મદદ જિલ્લાઓને પહોચાડવાનું સઘન આયોજન થયું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).