ફેસ ઓફ નેશન, 13-04-2020 : મહારાષ્ટ્ર, બંગાળ, ઓરિસ્સા, પંજાબ અને તેલંગણાએ લોકડાઉનમાં વધારાની જાહેરાત કરી દીધી છે. આ તમામ રાજ્યોએ 30 એપ્રિલ સુધી લોકડાઉનમાં વધારો કર્યો છે. વધતા જતા કોરોનાના કેસોને લઈને આ તમામ રાજ્યોના મુખ્યમંત્રીએ લોકડાઉનમાં વધારો કરવાનો નિર્ણય લઈ લીધો છે.
જે જે રાજ્યોએ લોકડાઉન વધારવાનો નિણર્ય લીધો છે. તે તમામ રાજ્યોમાં ભાજપ સિવાય અન્ય સરકારો છે. ભાજપની સરકાર જે રાજ્યોમાં છે તેમાંથી એક પણ રાજ્યના મુખ્યમંત્રીએ લોકડાઉન સંદર્ભે કોઈ નિર્ણય લીધો નથી. આવતીકાલે જયારે નરેન્દ્ર મોદી દેશને સંબોધિત કરશે, ત્યારે તેમની જે જાહેરાત હશે તે જ જાહેરાત ભાજપ શાસિત રાજ્યોમાં લાગુ પડશે.
આવતીકાલે લોકડાઉનને 21 દિવસ પુરા થઇ રહ્યા છે. ત્યારે નરેન્દ્ર મોદી શું જાહેરાત કરશે તેની ઉપર સૌ કોઈની નજર છે. તાજેતરમાં જ નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રી સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ કેટલાક રાજ્યોએ લોકડાઉનમાં વધારો કરી દીધો છે. આ તમામ રાજ્યોમાં ભાજપ સિવાય અન્ય પાર્ટીઓની સરકાર છે. જો કે ભાજપાની જે જે રાજ્યોમાં સરકાર છે. તે તમામ રાજ્યોએ કોઈ નિર્ણય લીધો નથી. આવતીકાલે વડાપ્રધાન શું નિર્ણય કરે છે, તેનું તમામ રાજ્યો પાલન કરશે.
હાલની પરિસ્થિતિ જોતા લોકડાઉનમાં વધારો કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે. કારણ કે જો આમ કરવામાં નહીં આવે તો કોરોનાના કેસોમાં વધારો થઇ શકે તેમ છે. જે જે શહેરોમાં આ રોગની વધુ અસર છે તેવા શહેરોમાં કર્ફ્યુ લગાવવાની પણ તૈયારીઓ કરાઈ રહી છે. 21 દિવસના લોકડાઉન દરમ્યાન જે પરિણામ મળ્યું છે, તેના અભ્યાસ બાદ આગામી જાહેરાત કરવામાં આવશે. હાલના તબક્કે લોકડાઉન સંપૂર્ણ ઉઠાવી લેવું શક્ય નથી. જેથી તેમાં વધારો કરવો જરૂરી છે. 14 દિવસ હજુ લોકડાઉન લંબાવાય તેવી શક્યતાઓ છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
રાજકોટ : એપાર્ટમેન્ટમાં પોલીસ ઘુસી અને જુઓ લોકો કેવા ભાગ્યા, Video