Home News અમદાવાદ પોલીસની વિનંતી : દેશ સંકટમાં છે, રમઝાનમાં ઘરે રહીને બંદગી કરી...

અમદાવાદ પોલીસની વિનંતી : દેશ સંકટમાં છે, રમઝાનમાં ઘરે રહીને બંદગી કરી સુરક્ષિત રહેજો

ફેસ ઓફ નેશન, 24-04-2020 : આજે રાત્રે રમઝાન ઈદનો ચાંદ જોઈને આવતીકાલથી એટલે કે, 25-04-2020થી પવિત્ર રમઝાન મહિનાની શરૂઆત થઇ રહી છે. ત્યારે અમદાવાદ પોલીસે દેશ સંકટમાં છે તેને ધ્યાને લઈને મુસ્લિમ સમાજના લોકોને હાથ જોડીને સુરક્ષિત રહેવાનો સંદેશ આપ્યો છે.
ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસો સૌથી વધુ અમદાવાદમાં નોંધાયા છે. જેને લઈને અમદાવાદ સહીત સુરત, વડોદરામાં કર્ફ્યુ નાખી દેવામાં આવ્યો હતો. અમદાવાદના કોટ વિસ્તારમાં વધતા જતા કેસોને લઈને કર્ફ્યુ નાખવામાં આવ્યો હતો. જો કે આજે એટલે કે 24-04-2020ના રોજ સવારથી કર્ફ્યુની મુદત પુરી થતાની સાથે જ કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે. બીજી બાજુ મુસ્લિમ સમુદાયના લોકોનો પવિત્ર તહેવાર રમઝાન મહિનાની શરૂઆત થઇ રહી છે. જેથી કોટ વિસ્તારમાં તેમજ અન્ય વિસ્તારોમાં તૈનાત પોલીસ કર્મચારીઓ લોકોને રમઝાન મહિનામાં ઘરે રહીને બંદગી કરીને સુરક્ષિત રહેવાનો સંદેશ આપી રહ્યા છે.
લોકોએ પણ સમજવું પડશે કે આજે વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે. આજદિન સુધી કોરોનાની કોઈ દવા કે રસી શોધાઈ નથી. તેવામાં આપણી નૈતિક જવાબદારી સમજીને ઘરમાં જ સુરક્ષિત રહેવું જરૂરી છે. સમગ્ર મુસ્લિમ સમુદાયને ફેસ ઓફ નેશન તરફથી પણ વિનંતી કરવામાં આવે છે કે, આ મહામારી સમયે દેશ અને પરિવારની સુરક્ષા કાજે ઘરમાં રહીને પોતાનું યોગદાન આપીશું એ જ અલ્લાહની સાચી બંદગી ગણાશે. આસ્થા અને ભક્તિનો સૌ માનવમાત્રમાં હોય તે સ્વાભાવિક છે પરંતુ સાથે જ સુરક્ષા પણ એટલી જ જરૂરી છે. જાણે અજાણે કાયદાનો ભંગ થાય તેવા પ્રયાસો ન થાય તેનું ધ્યાન રાખશો. (Photo : Raja Patel) (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં જોડાવવા માટે ક્લિક કરો : faceofnation.news )

જાણો : કેસો ઘટ્યા હોવાનો દેખાવડો અને લોકડાઉન ખોલવાની ઉતાવળ, સરકારે બદલી સ્ટ્રેટેજી ?

જવાબદાર કોણ ? : દેશમાં ગુજરાત કોરોનાના દર્દીઓની રિકવરીમાં સૌથી પાછળ અને મૃત્યુઆંકમાં આગળ