Home Gujarat “Best of luck”: આવતીકાલથી ધો.10-12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ; 14.68 લાખ વિદ્યાર્થીઓ આપશે...

“Best of luck”: આવતીકાલથી ધો.10-12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ; 14.68 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

Face Of Nation 27-03-2022 :  સમગ્ર રાજયમાં આવતીકાલથી માર્ચથી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10-12ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 28મી માર્ચથી શરૂ થનારી ધો.10ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં કુલ 9,46,529 જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહમાં 4,25,834 અને ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 95,982 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. સોમવારથી શરૂ થતી પરીક્ષામાં ચેકિંગ સ્કવોડ, સીસીટીવી કેમેરા, પરીક્ષા કેન્દ્રો આસપાસ કડક પ્રબંધો કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં 7 ઝોનમાં 21 શાળાઓનાં પ્રશ્નપત્રો રખાયાં
સ્ટ્રોંગરૂમ પર ફરજ પર હાજર મદદનીશ ઝોનલ ઓફિસર વી.કે. ચૌધરી અને ત્રિભોવન પટેલ એ જણાવ્યું કે અમદાવાદમાં ધોરણ 10 માટેની પરીક્ષાના 7 ઝોન છે. આ ઝોન પર 21 શાળાઓનાં પ્રશ્નપત્રો રાખવામાં આવ્યા છે. આવીજ રીતે ધોરણ 12ની પરીક્ષા માટે 4 ઝોન છે. જ્યાં સ્ટ્રોંગરૂમમાં પ્રશ્નપત્રો રાખવામાં આવ્યા છે. પરીક્ષા શરૂ થાય તે પહેલાં સવારે 8 વાગ્યાથી પ્રશ્નપત્રો પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની પ્રક્રિયા હાથ ધરાશે. જે માટે પોલીસ કમિશનર કચેરી દ્વારા બંદોબસ્ત ફાળવવામાં આવશે. પરીક્ષા કેન્દ્ર પર સ્ટ્રોંગરૂમથી પરીક્ષા સાહિત્ય, પ્રશ્નપત્રો, ઉત્તરવહી, કવર, થેલી, ખાખી સ્ટીકર ફોર્મ પરીક્ષાલક્ષી સાહિત્ય તમામ સામગ્રી પહોંચાડવામાં આવશે. જ્યારે વિધાર્થીઓની પરીક્ષા પૂર્ણ થશે ત્યારે વિધાર્થીઓએ લખેલી ઉત્તરવહીઓ પણ આ સ્ટ્રોંગરૂમ પર આવશે ત્યારબાદ નક્કી થયેલ તારીખે અહીંથી ઉત્તરવહી ચકાસણી માટે જશે.
પરીક્ષા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા
ધો.10-12ની પરીક્ષાની વ્યવસ્થા માટે ગુજરાતભરના જીલ્લા મથકોએ પરીક્ષાની વ્યવસ્થા માટે પરીક્ષા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જીલ્લા મથકોએ પ્રશ્નપત્રો, સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવ્યા છે. શિક્ષણ બોર્ડની પરીક્ષાનો વિદ્યાર્થીઓમાં કોઈ ડર ન રહે તે માટે પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધે તે માટે સ્વાગત કરવામાં આવશે.
પેપર ફુટવાની કે લીક થવાની ઘટનાને કોઈ અવકાશ નહીં રહે
પેપર ફુટવાની કે લીક થવાની ઘટનાને કોઈ અવકાશ ન રહે તે માટે બોર્ડ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. સ્ટ્રોંગરૂમમાં પ્રશ્નપત્રો પહોંચી ચુક્યા છે. જ્યાં હથિયાર ધારી સુરક્ષા કર્મીની નજર હેઠળ આ પ્રશ્નપત્રો રાખવામાં આવ્યા છે. પરીક્ષામાં કોઈ ખામી ન સર્જાય તેને લઈ બોર્ડ પરીક્ષા તંત્ર એલર્ટ બન્યું છે. અહીં ત્રણ સુરક્ષા જવાનો ઉપરાંત બે મદદનીશ ઝોનલ ઓફિસર પણ પરીક્ષાના પેપરો પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા વ્યવસ્થામાં રોકાયેલા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).