Home Sports 3 ટેસ્ટ સિરીઝ : જો રૂટની સદી, સ્ટોક્સની કેપ્ટનશિપમાં પહેલી જીત; લોર્ડ્સમાં...

3 ટેસ્ટ સિરીઝ : જો રૂટની સદી, સ્ટોક્સની કેપ્ટનશિપમાં પહેલી જીત; લોર્ડ્સમાં ન્યૂઝીલેન્ડને 5 વિકેટથી હરાવ્યું, જો રૂટના ટેસ્ટમાં 10,000 રન પૂરા, જુઓ Video

https://youtube.com/shorts/fIqc0hOBscc

Face Of Nation 05-06-2022 : જો રૂટ (115)ની સદીની સહાયથી ઈંગ્લેન્ડે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડને પાંચ વિકેટે હરાવી દીધું છે. આ જીતની સાથે તેણે સિરીઝમાં 1-0ની લીડ પણ મેળવી લીધી છે. રવિવારે મેચના ચોથા દિવસે ઈંગ્લેન્ડે એકપણ વધારાની વિકેટ ગુમાવ્યા વિના 61 રન કરી લીધા હતા. ઇંગ્લેન્ડે આ દિવસે ઈનિંગની શરૂઆત 216/5ના સ્કોર સાથે કરી હતી. તેને છેલ્લી ઇનિંગ્સમાં 277 રનનો ટાર્ગેટ મળ્યો હતો. તો બીજીતરફ ઇંગ્લિશ બોર્ડે પૂર્વ ન્યૂઝીલેન્ડ બેટર બ્રેન્ડન મેક્કલમની ટીમના કોચ તરીકે નિમણૂક કરી હતી. જ્યારે બેન સ્ટોક્સને ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
પહેલા દિવસે જ કુલ 17 વિકેટ પડી ગઈ
મેચના પહેલા જ દિવસે બંને ટીમની મેળવીને કુલ 17 વિકેટ પડી ગઈ હતી. આવી સ્થિતિમાં એવું લાગી રહ્યું હતું કે મેચ ત્રણ દિવસમાં સમાપ્ત થઈ જશે. પરંતુ, ન્યૂઝીલેન્ડે બીજી ઈનિંગમાં સારૂ ફાઈટબેક આપ્યું હતું. જોકે ત્યારપછી ઇંગ્લેન્ડે જો રૂટની સદીની મદદથી મેચ જીતી લીધી છે.
રૂટના ટેસ્ટમાં 10 હજાર રન પૂરા
જો રૂટે 170 બોલમાં 115 રન કર્યા હતા. આની સાથે જ રૂટે ટેસ્ટ ક્રિકેટમાં પોતાના 10 હજાર રન પણ પૂરા કરી લીધા છે. તે 10 હજાર રનનો આંકડો પાર કરનારો બીજો ઈંગ્લિશ બેટર બની ગયો છે. અગાઉ એલિસ્ટર કૂકે (12472) આ પડાવ પાર કર્યો હતો. તમને જણાવી દઈએ કે જો રૂટ વિશ્વનો 14મો દસ હજાર રન પૂરા કરનારો બેટર બની ગયો છે. જેમાં ત્રણ ભારતીયો (સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને સુનીલ ગાવસ્કર)નો સમાવેશ થાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).