Face Of Nation : કોરોનાના વાઇરસને ફેલાતો અટકાવવા માટે સરકારે સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યું છે અને માત્ર જીવન જરૂરીયાતની દુકાનો ખુલ્લી રાખવા આદેશ કર્યો છે. જો કે દૂધ, શાકભાજી અને દવા સિવાય કોઈ પણ દુકાનો ચાલુ રાખનાર સામે ગુનો નોંધવામાં આવશે તેવી પણ પોલીસે અને સરકારે જાહેરાત કરી હોવા છતાં કેટલાક લોકો દુકાન ખોલીને વેપાર કરી રહ્યા છે. અમદાવાદ શહેરના સાબરમતી ડી કેબીન ખાતે લવ મેચીંગ નામની દુકાન ચાલુ છે અને દુકાનદાર ગ્રાહકોને બોલાવીને કાપડનું વેચાણ કરી રહ્યો હોવાનો પોલીસ કંટ્રોલરૂમને મેસેજ મળ્યો હતો. જેના આધારે સાબરમતી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ લવ મેચીંગ નામની દુકાને પહોંચી હતી. પોલીસને જોઈને દુકાનદારને હોશ ઉડી ગયા હતા. જો કે પોલીસે પૂછપરછ કરતા દુકાનદારે આર્થિક ફાયદા સારું દુકાન ખોલીને કાપડનું વેચાણ કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે દુકાનદાર કોરોના વાઇરસનો ફેલાવો થાય તેવું કાર્ય કરી રહ્યો હોઈ તેની ધરપકડ કરી આઈપીસી કલમ 269, 270 તથા 188 હેઠળ ગુનો નોંધ્યો હતો.