Home Special 3 દિવસનો અદભૂત નજારો: આજથી આકાશમાં જોવા મળશે 1-2 નહીં 4 ગ્રહો...

3 દિવસનો અદભૂત નજારો: આજથી આકાશમાં જોવા મળશે 1-2 નહીં 4 ગ્રહો એક જ લાઈનમાં મળશે જોવા!

Face Of Nation 21-04-2022 : આ મહિને અવકાશમાં એક દુર્લભ ઘટના બનવા જઈ રહી છે. 21મીથી 23મી એપ્રિલ એટલે કે ત્રણ દિવસ સુધી એક બે નહીં ચાર ગ્રહો એક લાઇનમાં જોવા મળશે. આજથી 21મી થી 23 એપ્રિલ સુધી ચાર મુખ્ય ગ્રહો શનિ, મંગળ, શુક્ર અને ગુરુ આકાશમાં એક લાઇનમાં જોવા મળશે. જે લોકો રાત્રે તારા જોવાના શોખીન છે, ઉત્તર ગોળાર્ધમાં સ્થિત દેશોના લોકો આ સુંદર નજારો જોઈ શકશે. ભારતમાં પણ આ નજારો સરળતાથી જોઈ શકાય છે. સૂર્યોદય પહેલાં આ ચાર ગ્રહો 21 એપ્રિલથી પૂર્વ દિશામાં એક લાઇનમાં આવવાનું શરૂ કરશે. આ ગ્રહોનો સૌથી સુંદર નજારો 23 એપ્રિલે જોવા મળશે. આ દિવસે આ બધા ગ્રહો એક રેખામાં હશે.
નજારો ખૂબ જ સુંદર લાગશે
ખગોળશાસ્ત્રીઓનું કહેવું છે કે જો આકાશ સ્વચ્છ હશે તો ચાર ગ્રહો ક્ષિતિજ પર એક ક્રમમાં દેખાશે. પહેલા અને નીચે (ડાબેથી જમણે) ગુરુ, પછી શુક્ર, મંગળ અને શનિ દેખાશે. જો કે, આ સમય દરમિયાન ગુરુ ગ્રહને જોવો થોડો મુશ્કેલ હશે કારણ કે તે ક્ષિતિજની નજીક હશે. સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે 23 એપ્રિલે ચંદ્ર પણ આ ગ્રહોની નજીક આવી જશે. તેનાથી આ નજારો ખૂબ જ સુંદર લાગશે. આ ગ્રહોથી ઉપર ચંદ્ર જોવા મળશે. આ પહેલાં 17મીથી 21મી એપ્રિલ દરમ્યાન પણ આ ચારે ગ્રહો એક સીધી રેખામાં જોવા મળ્યા હતા.
2005માં ત્રણ વખત ગ્રહો એક લાઇનમાં આવ્યા
આ પહેલાં 2005માં ત્રણ વખત ગ્રહો એક લાઇનમાં આવ્યા હતા. આકાશમાં એક, બે કે ત્રણ ગ્રહો ઘણી વખત એક રેખામાં જોવા મળતા હોય છે, પરંતુ આ વખતે ચાર ગ્રહો એક લીટીમાં આવી રહ્યા છે. તે દુર્લભ છે. તો આવતા જૂન મહિનામાં સાત ગ્રહોને એક રેખામાં જોવું ખૂબ જ વિશેષ બની રહેશે. ગ્રહોનો આ નજારો દુર્લભ હશે, પરંતુ આ પછી જૂનમાં પણ આવો નજારો જોવા મળશે. 24 જૂને સૂર્યમંડળના સાત ગ્રહો એક પંક્તિમાં જોવા મળશે. આ ગ્રહો બુધ, શુક્ર, મંગળ, ગુરુ, શનિ, નેપ્ચ્યુન અને યુરેનસ હશે. જો કે, તેમને જોવા માટે દૂરબીનની જરૂર પડશે કારણ કે નેપ્ચ્યુન અને યુરેનસ ગ્રહોનું અંતર વધુ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).