ફેસ ઓફ નેશન, 14-04-2020 : લોકડાઉનમાં વધારો કરવાની વડાપ્રધાને જાહેરાત કરી દીધી છે. સાથે જ રાજ્ય સરકારને આ લોકડાઉનમાં કડકાઈ દાખવવા પણ જણાવી દીધું છે. તમામ રાજ્યોને જે પણ નિર્ણયો લેવા પડે તે લેવા માટેની છૂટ અપાઈ છે. સાથે જ જરૂર પડે તે તમામ વિસ્તારોમાં કર્ફ્યુ લાદવાની પણ રાજ્ય સરકારોએ તૈયારીઓ કરી લીધી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
ગઈકાલે સોમવારે ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદના શહેરી વિસ્તારોની મુલાકાત લીધી હતી. ત્યારબાદ અમદાવાદ પોલીસ કમિશનર અને રાજ્ય પોલીસવડા સાથે બેઠક પણ યોજી હતી. સમગ્ર સીટી વિસ્તારની પરિસ્થિતિનો તાગ મેળવી તેમણે કેટલીક જરૂરી સૂચનાઓ પણ આપી હતી.
ગુજરાતના અનેક શહેરી વિસ્તારોમાં લોકો લોકડાઉનનો યેનકેન પ્રકારે ભંગ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આવા વિસ્તારોમાં હજુ સુધી જોઈએ તેવી કડકાઈ દાખવી નથી. જેને લઈને લોકો બહાર રોડ રસ્તાઓ ઉપર ટહેલતા જોવા મળે છે. જો કે પોલીસ આવા લોકો વિરુદ્ધ ગુના પણ નોંધે છે. પરંતુ તેની કોઈ અસર વર્તાતી ન હોઈ હવે રાજ્ય સરકાર પોલીસને છૂટ આપવાના પ્રયાસમાં છે. રાજ્ય સરકારે આ મામલે પોલીસવડા સહીત તમામ શહેરના પોલીસ કમિશનર સાથે વાતચીત કરી લીધી છે.
જે જે શહેરોના વિસ્તારોમાં લોકડાઉનનું પાલન ન થતું હોય અને કોરોનાના કેસો વધુ હોય તેવા તમામ વિસ્તારોમાં કર્ફ્યુ નાખવાની પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અમદાવાદના શહેરી વિસ્તારોમાં કોરોનાના કેસો વધી ગયા છે. હોટસ્પોટ વિસ્તારો પણ વધી રહ્યા છે. જેથી લોકોમાં જાગૃતતા અત્યંત જરૂરી છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા 9328282571 નંબર આપના વોટ્સએપ ગ્રુપોમાં એડ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)
જ્યાં ભાજ્પની સરકાર નથી તે રાજ્યોએ લોકડાઉન વધારાની જાહેરાત કરી દીધી