Home Politics શું ગાંધી પરિવાર 134 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટી પરથી પોતાની પકડ છોડી...

શું ગાંધી પરિવાર 134 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટી પરથી પોતાની પકડ છોડી દેશે?

Face Of Nation:  શું ગાંધી પરિવાર 134 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટી પર પોતાની પકડ છોડી દેશે? એવું નથી લાગી રહ્યું કારણ કે પરિવાર માટે આ મોટો દાવ છે, જે અનેક દશકાઓથી તેનું સંચાલન કરી રહ્યું છે. આંતરિક સૂત્રો અનુસાર અધ્યક્ષ પદેથી રાજીનામાને લઈને રાહુલ ગાંધીના અડગ વલણથી સોનિયા ગાંધી ખુશ નથી. તેઓએ 1998થી આ પદ પોતાના દીકરા માટે જ સંભાળી રાખ્યું અને ડિસેમ્બર 2017માં જ્યારે રાહુલને કોંગ્રેસની ગાદી સોંપવામાં આવી તો તેઓ પણ ખુશ હતી. જોકે, હવે રાહુલના રાજીનામાએ પાર્ટીને અભૂતપૂર્વ સંકટમાં મૂકી દીધી છે.

રાહુલ ગાંધીના રાજીનામાને લઈને ઘણું બધું કહેવામાં આવી ચૂક્યું છે, હવે બાબતો એવી રીતે જોવાની જરૂર છે, જેવી રીતે તે વર્તમાનમાં છે. પંદર દિવસ પહેલા સોનિયા ગાંધીને બંને ગૃહોના નેતાઓએ કોંગ્રેસના સંસદીય દળના નેતા ચૂંટ્યા હતા. આ 2019ના ચૂંટણી પરિણામો બાદ થયું. પ્રિયંકા ગાંધી વાડ્રા, જેમને જાન્યુઆરીમાં કોંગ્રેસના મહાસચિવ નિમવામાં આવ્યા હતા, તેઓ હજુ પણ પોતાના પદ પર છે જ્યારે તેઓ અમેઠીમાં પરિણામ આપવામાં નિષ્ફળ રહ્યા અને રાહુલ ગાંધી પોતાના પરિવારના ગઢમાં સ્મૃતિ ઈરાનીના હાથે પરાજિત થઈ ગયા.

રાહુલ ગાંધીએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પાર્ટીમાં સક્રિય રહેશે, જેનું કોંગ્રેસના નવા અધ્યક્ષે ધ્યાન રાખવું જોઈએ. આ બધાથી ઉપર આ પરિવારના હિસાબથી યોગ્ય નહીં રહેશે કે ગાંધી પરિવારના વફાદાર સિવાયનો કોઈ નેતા રાહુલ ગાંધીનું સ્થાન લે.

વર્ષ 2004 અને 2009માં મનમોહન સિંહને વડાપ્રધાન બનાવીને સોનિયાએ પોતાના પ્રયોગથી અનુભવ્યું કે સત્તાનો આનંદ લેવાની સૌથી સારી રીત બહાર રહીને ડમી થકી શાસન કરવાનું છે. કોઈ પણ સ્થિતિમાં ગાંધી પરિવારના બે સભ્ય- સોનિયા અને પ્રિયંકા- પદ પર ચાલુ રહેશે. તેથી પાર્ટી હજુ પણ પરિવારના હાથોમાં છે.