Face Of Nation, 16-08-2021: અફઘાનિસ્તાનમાં સત્તા બદલાઈ ગયા બાદ ચીને તેના રંગ દેખાડવાના શરૂ કરી દીધા છે. ચીને તાલિબાન સાથે મિત્રતાની ઈચ્છા વ્યક્ત કરી છે. જેના કારણે ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ મોદી સરકારને ટ્વીટ કરીને ચેતવણી આપી છે. ટ્વીટમાં તેમણે કહ્યું છે કે જો આવું થયું તો 1 વર્ષ બાદ તાલિબાન સાથે મળીને પાકિસ્તાન અને ચીન ભારત પર હુમલો કરી શકે છે.
સુબ્રમણ્યમ સ્વામીએ તેમની પોસ્ટમાં એવો ઉલ્લખ કર્યો છે કે તાલીબાન પહેલા વર્ષે એવા લોકોને સરકારમાં શામેલ કરશે કે જેઓ ઉદારવાદી છે. જેથી તાલિબાન પર કટ્ટરપંથીઓનું રાજ પહેલા રહેશે. વધુંમાં તેમણે એવું કહ્યું કે એક વર્ષમાં તાલિબાનનું રાજ સક્રિય થશે ત્યારબાદ પાકિસ્તાન અને ચીન તાલીબાન સાથે મળીને ભારત પર હુમલો કરી શકે છે.
Taliban the first year will have as leaders of Afghanistan govt those who are with feigned moderate views. In the meantime, the Provincial leaders will be the genuine brutal Taliban hard liners. After a year, Afghanistan secured, Taliban, Pakistan, and China will attack India.
— Subramanian Swamy (@Swamy39) August 16, 2021
ભાજપ સાસંદની આ ટ્વીટને લઈને એક યુઝરે તો એવી કોમેન્ટ કરી હતી કે જો ભારતનું નેતૃત્વ આ પરિસ્થિતીનો સામનો નથી કરી શકતું તો પદ પરથી હટી જવું જોઈએ. સાથેજ આ ટ્વીટને લઈને લોકોએ મોદી સરકાર પર ભારે ટિપ્પણીઓ કરી છે.
ગત રવિવારે સુબ્રમણ્યમ સ્વામીએ સમગ્ર પરિસ્થિતીને અનુલક્ષીને એવું કહ્યું હતું કે પાકિસ્તાનને કારણે તાબિબાન આગળ વધી રહ્યું છે. ચીને તેને ભડકાવી રહ્યું છે. અમેરિકા પહેલાથી હથિયાર સપ્લાય કરવા લાગ્યું છે. જેથી સમગ્ર મામલે તેમણે કહ્યું હતું કે મોદી સરકારે હવે કઈક કરવું જોઈએ.
ઉલ્લેખનીય છે કે ચીન અફઘાનિસ્તાનમાં તાલિબાનો સાથે મિત્રતા કરવા તૈયાર થઈ ગયું છે. થોડાક દિવસો પહેલા ચીનના વિદેશ મંત્રીએ પણ તાલિબાની નેતા સાથે મુલાકાત લીધી હતી. અફઘાનિસ્તાનની સરકાર પાડી દેવામાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનો હાથ માનવામાં આવી રહ્યો છે. સાથેજ ઈમરાન ખાન અને ચીનની મિત્રતા કોઈનાથી છૂપાયેલી નથી. જોકે હાલ અફઘાનિસ્તાનમાં પરિસ્થિતી એટલી ખરાબ છે કે ત્યાના નાગરીકો તેમનોજ દેશ છોડીને ભાગી રહ્યા છે.
(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)