Home News ધો. 5 અને ધો. 8માં પરાણે પાસ થતા વિદ્યાર્થીઓ હવે થઇ સક્શે...

ધો. 5 અને ધો. 8માં પરાણે પાસ થતા વિદ્યાર્થીઓ હવે થઇ સક્શે નાપાસ

Face Of Nation: RTI એક્ટમાં પ્રાથમિક શાળામાં ધો. 8 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નાપાસ કરી શકાય નહીં તેવો નિયમ છે. આ નિયમમાં કેન્દ્ર સરકારે ફેરફાર કરીને નાપાસ કરવા કે નહીં તેનો નિર્ણય લેવાની સત્તા જે તે રાજ્ય સરકારને આપી છે. જેના પગલે ગુજરાત સરકાર ધો. 5 અને ધો. 8માં વિદ્યાર્થી નાપાસ થતો હોય તો નાપાસ જ કરાશે. આ નિયમ ચાલુ શૈક્ષણિક વર્ષ 2019-20થી જ લાગુ થશે.

વિદ્યાર્થીને નાપાસ ન કરવાથી શિક્ષણની ગુણવત્તા પર અસર થાય છે. અને તેની અસર પછી ધો. 9 અને ધો. 10ના શિક્ષણ પર પડે છે. ઉપરાંત વિદ્યાર્થીના મનોવલણ પર પણ ગંભીર અસર થાય છે. આથી કેન્દ્ર સરકારે નાપાસ ન કરવાની જોગવાઈમાં ફેરફાર કરીને એ‌વું નક્કી કર્યુ કે, ધો. 8 સુધીમાં કયાં ધોરણમાં વિદ્યાર્થીને નાપાસ કરવો તે જે તે રાજ્ય સરકાર નક્કી કરી શકે છે. જે સંદર્ભે ગુજરાતના પ્રાથમિક શિક્ષણ વિભાગે ધો. 5 અને ધો. 8માં વિદ્યાર્થી નાપાસ થતો હોય તો નાપાસ જ કરાય તેવી દરખાસ્ત તૈયાર કરી છે.