Home Gujarat પર્યાવરણને લાભ; રાજ્યપાલનું સૂચન : શહેરોમાં રાત્રે 12થી 4 વાગ્યા સુધી મુખ્ય...

પર્યાવરણને લાભ; રાજ્યપાલનું સૂચન : શહેરોમાં રાત્રે 12થી 4 વાગ્યા સુધી મુખ્ય માર્ગોની લાઈટ બંધ રાખો, પૂનમે તો આખી રાત્રી બંધ રાખો : આચાર્ય દેવવ્રત

Face Of Nation 30-07-2022 : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં વીજ બચાવ માટે કેટલાક સૂચનો કર્યા હતા. જેમાં તેમણે કહ્યુ હતું કે, નગરો અને મહાનગરોમાં મધ્યરાત્રીના 12 વાગ્યા પછી પરોઢના ત્રણ કે ચાર વાગ્યા સુધી મુખ્ય માર્ગોની લાઇટ્સ બંધ કરવાથી પણ વીજળીની મોટી બચત થઈ શકે તેમ છે. મધ્યરાત્રીના આ કલાકોમાં નગરો અને મહાનગરોના મુખ્ય માર્ગો પર ઓછામાં ઓછી અવરજવર હોય છે. એટલું જ નહીં, પૂનમની રાત્રીએ પણ નગરો અને મહાનગરોમાં મુખ્ય માર્ગોની લાઈટ્સ બંધ રાખવાથી વીજળીની મોટી બચત થશે અને પર્યાવરણને લાભ થશે. આ દિશામાં વિચારવા તેમણે અનુરોધ કર્યો હતો.
ઓફિસમાં નીકળતા ઓફ કરવાનો સંકલ્પ કરો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પર્યાવરણના જતન અને પ્રદૂષણ નિવારણ માટે વ્યક્તિગત વીજ વપરાશ ઘટાડવા આહવાન કર્યું છે. તેમણે કહ્યું છે કે, “ઓફિસમાં કામ કરતી હર કોઈ વ્યક્તિ સંકલ્પ કરે કે, હું ઓફિસમાં દાખલ થઈશ ત્યારે જ લાઈટ, પંખો કે એ.સી. ‘ઑન’ કરીશ અને ઓફિસની બહાર નીકળીશ કે તરત જ ‘ઑફ’ કરીશ.” આવા એક નાનકડા નિયમથી આપણે વીજળીની મોટી બચત કરી શકીશું. આ રીતે વીજ ઉત્પાદન માટે વપરાતો કોલસો બચશે એટલું જ નહીં નિરર્થક વેડફાઈ જતી વીજળી કોઈ કારખાનામાં વાપરી શકાશે કે કોઈ કિસાનના ખેતર સુધી પહોંચશે.
પોતે રાજ્યપાલ તરીકે 50% વીજબચત કરી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, “હું રાજભવનમાં આ નિયમનું પાલન કરું છું.” તેમણે કહ્યું કે, “ગુજરાતના રાજ્યપાલ તરીકે મને ત્રણ વર્ષ થયા. આ ત્રણ વર્ષનું તારણ નીકળ્યું છે કે, રાજભવનના વીજ બીલમાં 50%નો ઘટાડો થયો છે. હું જ્યારે હિમાચલ પ્રદેશનો રાજ્યપાલ હતો, ત્યારે ત્યાં પણ મેં વીજ બચત માટે આ નીતિ અપનાવી હતી, અને ચાર વર્ષમાં 50 ટકા વીજળીની બચત કરી હતી.” (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).