Home Gujarat પ્રેમમાં છેતરાયેલી સુરતની યુવતીની આત્મહત્યા, જાણો સ્યુસાઈડ નોટમાં શું લખ્યું છે

પ્રેમમાં છેતરાયેલી સુરતની યુવતીની આત્મહત્યા, જાણો સ્યુસાઈડ નોટમાં શું લખ્યું છે

Face of Nation 10-02-2022 : સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં એક યુવતી દ્રારા આત્મહત્યા કરી લેતા આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચ જવા પામ્યો છે. આ મામલાની સંગીનતા અને મરનાર યુવતિની મનોવ્યથા અને લાગણીઓ મરનારે લખેલી સુસાઈડ નોટ પર થી સમજી શકાય છે.

આત્મહત્યા કરનાર યુવતીએ મરતા પહેલા સુસાઈડ નોટ પણ મૂકી હતી. જેમાં તેણીના મૃતદેહને તેના ઘરે લઇ જવાને બદલે તેના પ્રેમીના ઘરે લઇ જવા જણાવ્યું છે.

સૂત્રો હવાલાથી સામે આવતી વિગતો પ્રમાણે શહેરનાં એક યુવકે તેણીને લગ્નની લાલચ આપીને તેની સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા, પરંતુ અંતે યુવકે યુવતીની સાથે લગ્ન ન કરતા યુવકથી નારાજ થઈને તેણીએ આપઘાત કરી લીધો હતો.

શહેરના કાપોદ્રાની ગિરનાર સોસાયટીમાં રહેતા રામસિંગભાઈ વસાવાની પુત્રી સુરતના વરાછા વિસ્તારમાં તેના ભત્રીજા સાથે રહેતી હતી. તેણી હીરાના કારખાનામાં કામ કરીને તેના પરિવારને આર્થિક મદદ પણ કરતી હતી. યુવતીએ આ આત્મઘાતી પગલું સવારે ભર્યુ હોવનું સામે આવે છે. પોલીસે લાશનો કબજો મેળવી તપાસ શરૂ કરી છે.

યુવતીના ઘરેથી મળેલી સુસાઈડ નોટમાં કહેવાયું છે કે તે અને વિશાલ નામનો યુવક છેલ્લા ચાર વર્ષથી એકબીજાની સાથે છે. વિશાલે તેને લગ્નની લાલચ આપી તેની સાથે અનેક વખત સંબંધો બાંધ્યા હતા. વિશાલ પહેલેથી જ પરિણીત હતો. વિશાલની પત્ની કોમલ પણ તેના અને વિશાલના સંબંધો વિશે જાણતી હતી. જોકે તે વિશાલને જ સપોર્ટ કરે છે. તેઓએ સાથે મળીને મારો ઘણો ગેર લાભ લીધો છે. સુસાઈડ નોટ મુજબ વિશાલ અને કોમલ તેણીને ઘણી વખત મારતા હતા અને માનસિક ત્રાસ પણ આપતા હતા. જેના કારણે તેણે આવું પગલું ભર્યું હતું. સ્યુસાઈડ નોટના આધારે પોલીસે વિશાલ પટેલ અને તેની પત્ની કોમલ સામે આ યુવતીને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).

https://www.youtube.com/watch?v=dhxLwdpguqU