Home News શ્રાવણના પહેલા સોમવારે સોમનાથમાં પાલખીયાત્રાનું અલૌકિક દર્શન ,અનેક ભક્તોએ લીધો લ્હાવો

શ્રાવણના પહેલા સોમવારે સોમનાથમાં પાલખીયાત્રાનું અલૌકિક દર્શન ,અનેક ભક્તોએ લીધો લ્હાવો

Face Of Nation:આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શન કરવા પહેલા સોમવારે ભાવિકોની લાંબી લાઇનો લાગી છે. તેમજ સોમનાથ મહાદેવની સવારની આરતીનો લ્હાવો લેવા ભક્તો ઉમટી પડ્યા હતા. આજે સોમનાથ મહાદેવની પાલખીયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા.સવારની 7 વાગ્યાની આરતીનો લાભ લેવા ગુજરાતના ખુણે ખુણેથી ભાવિકો ઉમટી પડ્યા હતા. સામાન્ય દિવસમાં દરરોજમંદિરના કમાડ 5.30 વાગ્યે ખુલે છે જ્યારે શ્રાવણ માસના સોમવારે 4 વાગે કમાડ ખુલી જાય છે. કમાડ ખુલતા જ હજારો ભાવિકોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. ગત મોડી રાત્રીથી જ શ્રદ્ધાળુઓ મંદિર પરિસરમાં આવી ગયા હતા અને મહાદેવના દર્શન કરવા પડાપડી કરી હતી. સોમનાથ મહાદેવની પાલખી યાત્રા ભાવિકોએ ખભા પર ઉંચકી મંદિરની પ્રદક્ષિણા કરાવી હતી ધન્યતા અનુભવી હતી. સોમનાથ મહાદેને આજે વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો.