Home Crime ડ્રગ્સ રેકેટ: સિંધુભવન રોડ પર કાફે પર બેસીને યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવતા...

ડ્રગ્સ રેકેટ: સિંધુભવન રોડ પર કાફે પર બેસીને યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવતા 3 પેડલરોને ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યાં, એક ‘ઇન્સ્ટાગ્રામ ગ્રૂપ’ મળી આવ્યું!

Face Of Nation 30-04-2022 : અમદાવાદના શીલજ નજીકના સિંધુભવન રોડ પર આવેલા કાફે વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરતા ત્રણ પેડલરોને ડ્રગ્સ સહિત 9 લાખ 87ના મુદામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. શીલજ નજીકના ‘બાપનો બગીચો’ તેમજ આસપાસના કાફેમાં તેઓ ડ્રગ્સ સપ્લાય કરાતું હતું. આ ડ્રગ્સ પેડલરના ટાર્ગેટ પોશ વિસ્તારોના યુવક-યુવતીઓ હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ આ પેડલરની સાથે મુંબઈના કનેક્શન હોવાનું પોલીસ તપાસ કરી રહી છે.
એસજી હાઇવે વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરતા
ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે અને તેમાં પણ હવે અમદાવાદમાં ડ્રગ્સનું સેવન અને વેચાણ થતું હોવાનું સામે આવી રહ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મોહમ્મદ સોહેલ પઠાણ, મોહમ્મદ રહિલ કુરેશી અને શક્તિસિંહ ચૌહાણ નામના ત્રણ ડ્રગ્સ પેડલરોની કર્ણાવતી ક્લબથી ધરપકડ કરી છે. ત્રણે આરોપી શહેરના SG હાઇવે વિસ્તારમાં ડ્રગ્સનું વેચાણ કરતા હતા. આરોપીઓ પાસેથી 18.96 ગ્રામ ડ્રગ્સ સહિત 9 લાખ 87 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
એક ગ્રામની પડીકી બનાવીને વેચાણ કરતા
આ ત્રણે ડ્રગ્સ પેડલરો એક ગ્રામ એમડી રૂ. 1500થી 1700ના ભાવથી મેળવી રૂ. 2000થી 2500ના ભાવથી છૂટક વેચાણ કરતા હતા. તેમાં પણ શીલજના સિંધુ ભવન રોડ પર આવેલા બાપનો બગીચો અને માહોલ કાફે પર કાર અને બાઇક લઈને જતાં ડ્રગ્સનું સાંજના સમયથી મોડી રાત સુધી એક ગ્રામની પડીકી બનાવીને વેચાણ કરતા હતા. આરોપી પાસેથી એક વજન કાંટો પણ મળી આવ્યો છે. જ્યારે તે સિટી બેઈઝ ડ્રગ્સ પેડલર પાસે ડ્રગ્સ ખરીદવા જાય ત્યારે વજન કાંટો કરીને જ ખરીદતા હતા. પણ જ્યારે ડ્રગ્સ વેચાણ કરે ત્યારે તેમના સેવન માટે 1 ગ્રામની પડીકીમાંથી કટકી કરીને ગ્રાહકને વેચાણ કરતા હતા. આરોપીઓ પોલીસની પકડમાં ના આવે તેના માટે કારની સીટ નીચે આરોપીઓ છુપાવીને ડ્રગ્સ રાખતા હતા.
કાફે પર બેસતા લોકોનું ઇન્સ્ટાગ્રામ ગ્રુપ મળ્યું
આમ કાફે પર આવતા યુવાનોને ડ્રગ્સ પેડલરો સહેલાઇથી ટાર્ગેટ બનાવતા હતા. એટલું જ નહીં, કાર અને બૂલેટ મારફતે પેડલરો ડ્રગ્સનું વેચાણ કરતા હતા. તપાસમાં આ બંને કાફે પર બેસતા લોકોનું એક ઇન્સ્ટાગ્રામ ગ્રુપ મળ્યું છે. ત્યારે તેનો ઉપયોગ ડ્રગ્સ બાબતે વાતચીત માટે થતો હતો કે કેમ તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).