Home News વાસ્તવિકતા : નૂપુરના પ્રત્યેક સમર્થકની કતલનો હતો પ્લાન : પાક.થી રાજસ્થાનના 6...

વાસ્તવિકતા : નૂપુરના પ્રત્યેક સમર્થકની કતલનો હતો પ્લાન : પાક.થી રાજસ્થાનના 6 જિલ્લામાં 40 લોકોને તૈયાર કર્યા, તમામને અપાઈ “ઓનલાઇન ટ્રેનિંગ”!

Face Of Nation 13-07-2022 : આતંકવાદીઓના ટાર્ગેટ પર ઉદયપુરના કનૈયાલાલ જ નહિ, પરંતુ એ તમામ લોકો હતા, જેમણે નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરી હતી. પાકિસ્તાની સંગઠન દાવત-એ-ઈસ્લામી અને આતંકવાદીઓએ આ માટે રાજસ્થાનના 40 લોકોને તૈયાર કર્યા હતા. તેઓ નૂપુરનું સમર્થન કરનારા લોકોનું ગળું કાપવા માટે તૈયાર થઈ ગયા હતા. આ અંગેની માહિતી એનઆઈએ અને એટીએસની શરૂઆતની તપાસમાં બહાર આવી છે.
6 જિલ્લાના લોકોને ટાર્ગેટ આપવામાં આવ્યો
બીજીતરફ 25મી મે પછી નૂપુરના નિવેદનને સમર્થન કરનારને બોધપાઠ શીખવવા માટે દાવત-એ-ઈસ્લામી સાથે જોડાયેલા 6 જિલ્લાના લોકોને ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. તપાસમાં એવી વાત બહાર આવી છે કે આ બધા એક વર્ષથી આ સંગઠન સાથે જોડાયેલા હતા. આ સમગ્ર મામલો ઉદયપુરના કનૈયાલાલ હત્યાકાંડ સાથે સંકળાયેલો છે. ગત મહિને નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર કનૈયાનું આતંકી રિયાઝ અત્તારી અને ગૌસ મોહમ્મદે ગળું કાપી નાખ્યું હતું.
10ના 20 મોબાઈલની તપાસ પછી વાસ્તવિકતા બહાર આવી
આ નવો ઘટસ્ફોટ રિયાઝ અત્તારી અને ગૌસ મોહમ્મદની કોલ ડિટેલમાં મળેલા પાકિસ્તાનના 10 લોકોના 20 મોબાઈલ નંબરની તપાસમાં થયો છે. આતંકી સંગઠને આ લોકોને વ્હોટ્સએપ જેવી સોશિયલ મીડિયા એપ દ્વારા ગળું કાપી નાખવા અંગેની ઓડિયો અને વીડિયો ટ્રેનિંગ આપી હતી. આતંકી ઘટનાઓને પાર પાડવા માટે તૈયાર કરવામાં આવેલા લોકોને ટાર્ગેટ આપવામાં આવ્યો કે તાલિબાનની જેમ ગળું કાપીને તેનો વીડિયો વાઈરલ કરો.
NIAએ ફરી ઉદયપુરમાં 6 લોકોની પૂછપરછ કરી
NIAની ટીમ મંગળવારે ફરી ઉદયપુર પહોંચી હતી. ટીમે અંજુમન તાલિમુલ ઈસ્લામના સદર મુજીબ સિદ્દિકી, મૌલાના જુલકરનૈન, સહ-સચિવ ઉમર ફારુક, પૂર્વ નેતા ખલીલ અહમદ સિવાય બે વકીલોની પૂછપરછ કરવામાં આવી છે. NIAએ પહેલા મોબાઈલ, લેપટોપ સહિતનાં અન્ય સાધનોને જપ્ત કર્યા હતા. નેતા મુજીબના ઘરની પણ તપાસ કરવામાં આવી હોવાની વાત બહાર આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂછપરછ પૂરી થઈ ગયા પછીથી મોડી સાંજે તમામને છોડી દેવામાં આવ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).