Home News સુરેન્દ્રનગર: દલિતો પર દમન- દલિતોને ગામના મેદાન પર ક્રિકેટ રમવા પર મુકાઈ...

સુરેન્દ્રનગર: દલિતો પર દમન- દલિતોને ગામના મેદાન પર ક્રિકેટ રમવા પર મુકાઈ પાબંદી

Face Of Nation:દેશ આજે ચન્દ્ર પર પહોંચી ગયું છે પણ દેશના ગામડાઓની સ્થિતિ જેમની તેમ જ છે. હજી પણ ભેદભાવની ભાવના રાખવામાં આવે છે. હાલ ગુજરાત સહિત દેશભરમાં દલિતો પર અત્યાચારો વધી રહ્યાં છે. ત્યારે સુરેન્દ્રનગરમાં દરબારોએ દલિતોને ગામના મેદાન પર ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. મામલો પોલીસ પાસે પહોંચતા હજૂ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

7 જુલાઈ 2019ના રોજ પાટડીના તાલુકાના કઠાડા ગામે દલિત યુવકો ક્રિકેટ રમતા હતા. તે દરમિયાન કેટલાક દરબારોએ તેમના પર હુમલો કર્યો હતો. આ અંગે એક દલિત શખ્સે દસાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, મુખ્ય આરોપી રાજુ વણોલે ક્રિકેટ રમતા દલિત યુવકોને ગામના મેદાન પર ક્રિકેટ ન રમવા માટેની ધમકીઓ આપી હતી. ધમકી અને ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂક્યાની ઘટના અંગે 7 જુલાઈ ફરિયાદ નોંધવામાં આવી હતી. પરંતુ હજૂ સુધી આરોપીઓ સામે કોઈ પગલાં લેવાયા નથી. દલિત એક્ટિવિસ્ટ કિરિટ રાઠોડે ગુજરાત પોલીસ વડા શિવાનંદ ઝાને પત્ર લખ્યો છે. તેમને જણાવ્યું કે, જ્યારે પણ તેઓ પોલીસ સ્ટેશન જાય ત્યારે PSI સવારે 10થી બપોરે 12 વાગ્યા સુધી જ મળી શકે છે. નોંધનીય છે કે, ગુજરાત સહિત દેશભરમાં દલિતો પર અત્યાચાર થતા રહ્યાં છે.