Home News કોરોના વેક્સિનેશન મુદ્દે કેન્દ્ર અને રૂપાણી સરકારને સુપ્રીમ નિર્દેશ, 15 ઑક્ટોબર સુધી...

કોરોના વેક્સિનેશન મુદ્દે કેન્દ્ર અને રૂપાણી સરકારને સુપ્રીમ નિર્દેશ, 15 ઑક્ટોબર સુધી આપો રિપોર્ટ

Face Of  Nation, 02-09-2021: કોરોનાની ત્રીજી લહેરને લઈને સુપ્રીમ કોર્ટેનો કેન્દ્વ અને રાજ્યને આદેશ કર્યો કે 15મી ઓક્ટોમ્બર સુધી દેશની માનસિક હોસ્પિટલોમાં રહેતાં લોકોનું રસી પૂર્ણ કરી સ્ટેટ્સ રિપોર્ટ મોકલો

સુપ્રીમ કોર્ટે દેશના તમામ રાજ્યો અને કેન્દ્વ શાસિત પ્રદેશોને આદેશ જારી કર્યો છે.દેશની તમામ માનસિક હોસ્પિટલોના લોકોનું રસીકરણ પૂર્ણ કરી તેનો સ્ટેટ્સ રિપોર્ટ અગામી 15મી ઓક્ટોમ્બર સુધીમાં મોકલાવવાનો  રહેશે.

સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે,હાલ  દેશમાં રસીકરણનું મહાઅભિયાન ચાલી રહ્યું છે.જે અંગતર્ગત દેશના તમામ નાગરિકોને કોરોનાની રસીમુકવામાં આવી રહી છે. ત્યારે દેશના તમામ રાજ્યો અને કેન્દ્વ શાસિત પ્રદેશોને આદેશ કર્યા છે. રસીકરણ અભિયાનમાં કોઈ દેશનો કોઈ નાગરિક રસી થી વંચિત રહેવો ન જોઈએ

વૈશ્વિક મહામારીને નાથવા માટે હાલ રાજ્ય સહિત સમગ્ર દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન દેશના 59,465 વેક્સિન કેન્દ્વો પર 69 લાખ 6 હજાર 959 લોકોએ રસી મુકાવી છે. જ્યારે દેશમાં અત્યાર સુધી કુલ 66 કરોડ 89 લાખ 72 હજાર 956 લોકોએ કોરોનાની રસી મુકાવી છે. જેમાંથી પ્રથમ ડોઝ 51 કરોડ 49 લાખ 65 હજાર 839 લોકોએ મુકાવ્યો છે. જ્યારે 15 કરોડ 40 લાખ 7 હજાર 117 લોકોએ બીજો ડોઝ મુકાવ્યો છે  (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)