Home Gujarat નરેન્દ્ર મોદી નિર્દોષ છે : ગુજરાત રમખાણ કેસમાં સુપ્રીમે મોદીને આપી “ક્લિન...

નરેન્દ્ર મોદી નિર્દોષ છે : ગુજરાત રમખાણ કેસમાં સુપ્રીમે મોદીને આપી “ક્લિન ચીટ”, જાફરીની અરજી ફગાવી, સુપ્રીમે કહ્યું કે- આ અરજી મેન્ટેનેબલ નથી!

Face Of Nation 24-06-2022 : ગુજરાત રમખાણ કેસમાં સુપ્રીમ કોર્ટે મોદીને ક્લિન ચીટ આપી, ઝાકિયાની અરજી ફગાવી દેવામા આવી છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપનાર SIT રિપોર્ટની વિરુદ્ધ કરવામાં આવેલી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. આ અરજી ઝાકિયા જાફરીએ દાખલ કરી હતી. તો બીજીતરફ 72 વર્ષના અહસાન જાફરી કોંગ્રેસના નેતા અને સાંસદ હતા. તેઓને અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં તેમના ઘરમાંથી કાઢીને ઉશ્કેરાયેલા લોકોએ મોતને ઘાટ ઉતાર્યા હતા. તેમની પત્ની ઝાકિયાએ SITના રિપોર્ટને પડકાર્યો હતો.
પહેલા હાઈકોર્ટે ફગાવી હતી અરજી
SITના રિપોર્ટમાં ઉચ્ચા પદો પર રહેલા અધિકારીઓને ક્લીન ચીટ આપવામાં આવી હતી. તેમાં ગોધરા કાંડ અને તે પછી થયેલા રમખાણોમાં અધિકારીઓની ભૂમિકાને નકારવામાં આવી હતી. 2017માં ગુજરાત હાઈકોર્ટે SITના ક્લોઝર રિપોર્ટની વિરુદ્ધ ઝાકીયાની અરજીને ફગાવી હતી. તો બીજીતરફ ગોધરા કાંડ પછી 2002માં રાજ્યમાં કોમી રમખાણો થયા હતા. તોફાનીઓએ પૂર્વ અમદાવાદ ખાતે આવેલી લધુમતી સમુદાયની વસ્તીને ટાર્ગેટ કરી હતી. તેમાં પૂર્વ કોંગ્રેસ સાંસદ એહસાન જાફરી સહિત 69 લોકોના મૃત્યુ થયા હતા. તેમાંથી 38 લોકોના શબ મળ્યા હતા. જ્યારે જાફરી સહિત 31 લોકો ગુમ હોવાનું કહેવાયું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).