Home Uncategorized અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ

અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ

Face Of Nation:અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. આ મામલા પર બંધારણની બેંચ સુનાવણી કરી રહી છે. જેનું નેતૃત્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ કરી રહ્યા છે. આ પહેલાં સુપ્રીમ કોર્ટે 8 માર્ચે આ મામલે વાતચીતનો ઉકેલ લાવવા માટે મધ્યસ્થતા પેનલ બનાવવામાં આવી હતી. તેમાં પૂર્વ જસ્ટિલ એફએમ કલીફુલ્લા, આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર, સીનિયર વકીલ શ્રીરામ પંચૂ સામેલ હતા. જોકે પેનલ આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે કોઈ નિર્ણય સુધી પહોંચી શકી નહતી.

11.05AM નિર્મોહી અખાડાએ કોર્ટને જણાવ્યું કે, 1961માં વક્ફ બોર્ડે આ અંગે દાવો કર્યો હતો. પરંતુ અમે જ ત્યાં સદીઓથી પૂજા કરતા આવ્યા છીએ. અમારા પૂજારી જ બધુ સંચાલન કરતા હતા. સુનાવણી દરમિયાવ નિર્મોહી અખાડાએ કહ્યું કે, 6 ડિસેમ્બર,1992ના અસમાજિક તત્વોએ રામ જન્મભૂમિ પર બનાવેલો વિવાદીત ઢાંચો તોડી પાડ્યો હતો.નિર્મોહી અખાડાએ કોર્ટને કહ્યું કે, અમારી પાસેથી પૂજા પાઠ કરવાનો અધિકાર છીનવાયો છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન નિર્મોહી અખાડાને પુછ્યું કે, શું કોર્ટયાર્ડની બહાર સીતા રસોઈ છે?સદીઓથી આ જમીન અને મંદિર પર અખાડાનો જ અધિકારઃ સુશીલ જૈન ચીફ જસ્ટિસે સુનાવણી શરૂ થતાની સાથે કહ્યું કે, સ્ટેટસ અને લોકસ પર દલીલો કરવામાં આવે. ત્યારબાદ સુશીલ જૈને પોતાની વાત કહી. નિર્મોહી અખાડા તરફથી સુશીલ જૈને આંતરિક કોર્ટ યાર્ડ પર માલિકી હકનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, સેંકડો વર્ષથી આ જમીન અને મંદિર પર અખાડાનો જ અધિકાર છે. જે અખાડાના રજિસ્ટ્રેશથી પણ પહેલાનું છે. નિર્મોહી અખાડા તરફથી કહેવામાં આવ્યું કે, સદીઓ જુના રામલલાની સેવા પૂજા અને મંદિર પ્રબંધનના અધિકારને છીનવી લેવાયો છે.બીજી બાજુ સંઘ વિચારક કેએન ગોવિંદાચાર્યએ અયોધ્યા ભૂમિ વિવાદ મામલે નિયમિત સુનાવણીનું રેકોર્ડિંગ અથવા સીધા પ્રસારણ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જલદી સુનાવણી માટે આ કેસ જસ્ટિલ એસએ બોબડે અને જસ્ટિલ બીઆર ગવઈની બેન્ચ સામે રજૂ કરવામાં આવ્યો છે.