Face Of Nation 07-04-2022 : પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકારને મોટો ઝાટકો લાગ્યો છે. 4 દિવસ સુધી ચાલેલી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું- અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવવો અને નેશનલ એસેમ્બલી ભંગ કરવી બંન કામ ગેરકાયદે હતું. વડાપ્રધાન ઈમરાન ખાનને આ અધિકાર નથી કે તેઓ રાષ્ટ્રપતિને સંસદ ભંગ કરવાનું કહે. ઈસ્લામાબાદમાં સેના અને રેન્જર્સ તહેનાત છે. ગુરુવારે એટોર્ની જનરલ ખાલિદ જાવેદ ખાનની દલીલ સાંભળ્યા બાદ જસ્ટિસ ઉમર અતા બંદિયાલે કહ્યું- આ વાત સ્પષ્ટ છે કે ડેપ્યુટી સ્પીકરનો નિર્ણય ગેરબંધારણીય હતો. નવમી એપ્રિલે સંસદનું સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થશે. એટલે કે તેનો અર્થ એ થયો કે ઈમરાન જે વાતથી ડરતા હતા કે બચવાનો પ્રયાસ કરતા હતા તે જ પગલાં હવે તેમના વિરૂદ્ધ લેવાશે અને ઈમરાને આબરુ ગુમાવીને ખુરશી છોડવી પડશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home News પાકિસ્તાન સુપ્રિમનો મોટો નિર્ણય; ડેપ્યુટી સ્પીકરનો ચૂકાદો ગેરબંધારણીય,અવિશ્વાસનાં પ્રસ્તાવ પર નવમીએ થશે...