Face of Nation 10-01-2022: સુપ્રીમ કોર્ટના વકીલોને મળી ધમકી, આવી રહ્યા છે ધમકી ભર્યા ફોન. ઈંગ્લેન્ડના નંબર પરથી ખાલિસ્તાની સમર્થકોના આવ્યા ફોન કોલ.જો અમારું કહ્યું ના કર્યું અમારી વાત ના માની તો જીવથી હાથ ધોઈ બેશસો. ઓડિયો ક્લિપ પણ સામે આવતા તપાસ શરૂ,
આશરે ડઝન જેટલા વકીલોએ દાવો કર્યો છે કે, તેમને ધમકી ભર્યા કોલ મળી રહ્યા છે. વકીલોનું કહેવું છે કે, આ ફોન કોલ્સ તેમને શિખ ફોર જસ્ટીસ અને ઈંગ્લેન્ડના નંબર પરથી આવી રહ્યા છે. આ તમામ ઓટોમેટેડ ફોન કોલ છે.
ફોન કોલ્સમાં વકીલોને કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ ખેડૂતો અને પંજાબના શિખો વિરૂદ્ધના મુકદ્દમા દરમિયાન સુપ્રીમ કોર્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મદદ ન કરે. તો આ સાથે જ ધમકી ભરેલા ફોન કોલ્સની ઓડિયો ક્લીપ પણ સામે આવી છે. જેમાં સુપ્રીમ કોર્ટના વકીલ વિષ્ણુ શંકર જૈનને ધમકી ભરેલા કોલ આવી રહ્યા છે. જો કે, આ રેકોર્ડિંગ મામલે હાલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).