Home Uncategorized સુપ્રીમ કોર્ટે અવમાનના કેસમાં વિજય માલ્યાને ચાર મહિનાની સજા અને ફટકાર્યો 2,000...

સુપ્રીમ કોર્ટે અવમાનના કેસમાં વિજય માલ્યાને ચાર મહિનાની સજા અને ફટકાર્યો 2,000 રૂપિયાનો દંડ!

Face Of Nation 11-07-2022 : સુપ્રીમ કોર્ટે સોમવારે અવમાનના કેસમાં વિજય માલ્યાને 4 મહિનાની સજા અને 2,000નો દંડ ફટકાર્યો છે. કોર્ટે કહ્યું કે દંડ ન ભરવા પર બે મહિનાની વધુ સજા થશે. 9મી મે 2017ના રોજ સુપ્રીમ કોર્ટે માનહાની કેસમાં દોષી ઠેરવ્ચો હતો. માલ્યાએ સંપત્તિનો યોગ્ય વિવરણ આપ્યું ન હતું. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ યુ યુ લલિત, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ્ટ અને જસ્ટિસ સુધાંશુ ધૂલિયાવાળી 3 જજની બેન્ચે આ નિર્ણય આપ્યો છે. હકિકતમાં ભારતીય સ્ટેટ બેન્કે વિજય માલ્યા વિરુદ્ધ કોર્ટના આદેશ છતા લીધેલી લોનની રકમ ચૂકવી ના હોવાની અરજી કરી હતી. કોર્ટે 10મી માર્ચે માલ્યાની સજા સામે ચુકાદો સુરક્ષીત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે 5 વર્ષ પહેલાં 9મી મે 2017ના રોજ વિજય માલ્યાને કોર્ટના આદેશની અવમાનના દોષીત ગણાવીને તેમના વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. હકિકતમાં વિજય માલ્યાએ તેમની સંપત્તિની સંપૂર્ણ માહિતી તે બેન્કો અને સંબંધિત અધિકારીઓને આપી નહતી, જેમાં તેમણે કરોડો અબજોનું ધિરાણ લીધું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).