Face Of Nation 1-07-2022 : પયગંબર નિવેદન મામલે બીજેપીમાંથી સસ્પેન્ડેડ પ્રવક્તા નૂપુર શર્માની સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટે નૂપુર શર્માને આખા દેશ સામે ટીવી ઉપર માફી માંગવાનો આદેશ આપ્યો છે. એ ઉપરાંત એવું પણ કહ્યું છે કે ઉદયપુરની ઘટના તેને કારણે જ બની છે. તો બીજીતરફ નોંધનીય છે કે, નૂપુર શર્મા બીજેપી પ્રવક્તા હતા. તેમણે તાજેતરમાં જ એક ટીવી ડિબેટમાં મોહમ્મદ પયગંબર વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. તેનો ઘણો વિરોધ થયો હતો. અહીં સુધી કે કુવૈત, યુએઈ અને કતર સહિત તમામ મુસ્લિમ દેશોએ તેમના નિવેદનની નિંદા કરી હતી. ત્યારપછી બીજેપીએ નૂપુરે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે.
નૂપુરે દરેક કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માગ
નૂપુર શર્માના પયગંબર નિવેદનના કારણે આખા દેશના ઘણાં ભાગમાં વિરોધપ્રદર્શન પણ થયાં છે. મહારાષ્ટ્ર સહિત ઘણાં રાજ્યોમાં તેમની સામે ફરિયાદ પણ નોંધવામાં આવી છે. નૂપુર શર્માએ દરેક કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માગણી કરી છે.
નિવેદન જિદ્દી અને અભિમાન દેખાય છે
નૂપુરના નિવેદન વિશે કોર્ટે કહ્યું કે, નિવેદનથી તેમના અભિમાની ચરિત્રનો ખ્યાલ આવે છે. તેનાથી શું ફેર પડે છે કે તેઓ કોઈ પાર્ટીના પ્રવક્તા છે. તેમને એવું લાગે છે કે, તેમની પાસે સત્તાની તાકાત છે અને તેઓ કાયદા વિરુદ્ધ કઈ પણ બોલી શકે છે.
ટીવી ચેનલ-દિલ્હી પોલીસની પણ ઝાટકણી કાઢી
વિવાદિત ડિબેટને દર્શાવતી ટીવી ચેનલ અને દિલ્હી પોલીસની પણ ઝાટકણી કાઢતા કોર્ટે કહ્યું કે, દિલ્હી પોલીસે શું કર્યું? અમને મોઢું ખોલવા માટે મજબૂર ના કરો. ટીવી ડિબેટ કયા વિષયની હતી? તેનાથી માત્ર એક એજન્ડા સેટ કરવામાં આવી રહ્યો છે. તેમણે આવો મુદ્દો કેમ પસંદ કર્યો, જેના પર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
ઝાટકણી પછી નૂપુર શર્માએ અરજી પાછી ખેંચી
કોર્ટની ઝાટકણી પછી નૂપુર શર્મા તરફથી રજૂ થયેલા વકીલ મનિંદર સિંહે કહ્યું કે, નૂપુર શર્માએ તેમના નિવેદન વિશે માફી માંગી લીધી છે અને તેમના શબ્દો પણ પરત લઈ લીધા છે. આ વિશે કોર્ટે કહ્યું કે, તેમણે ટીવી પર આખા દેશની સામે માફી માંગવી જોઈએ. તેની સાથે જ કોર્ટે નૂપુર વિરુદ્ધ દાખલ દરેક કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાનો ઈનકાર કર્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).