Home News શિક્ષણ અંગે સુપ્રિમ કોર્ટની ચિંતા; દેશમાં શિક્ષણ મોટો ઉદ્યોગ બની ગયો છે,...

શિક્ષણ અંગે સુપ્રિમ કોર્ટની ચિંતા; દેશમાં શિક્ષણ મોટો ઉદ્યોગ બની ગયો છે, મેડિકલ શિક્ષણ અસહ્ય મોંઘુ થતા વિદ્યાર્થીઓ યુક્રેન જેવા દેશોમાં જવા બન્યા મજબૂર!

Face Of Nation 31-05-2022 : દેશમાં શિક્ષણ એક મોટો કારોબાર બની ગયો છે. તેને પગલે દેશમાં મેડિકલ એજ્યુકેશન એટલે કે તબિબિ શિક્ષણ પાછળ થતો અસહ્ય ખર્ચનો બોજ માતા-પિતા ઉઠાવી શકતા નહીં હોવાથી વિદ્યાર્થીઓએ યુક્રેન જેવા દેશોમાં જવાની ફરજ પડે છે, તેમ મંગળવારે એક કેસની સુનાવણી કરતા સર્વોચ્ચ અદાલતે આ આ ટિપ્પણી કરી છે. સરકારને અનેક ફાર્મસી કોલેજો ખોલવાની પરવાની આપવા સાથે આદેશ આપવાને લગતી બાબતો અંગે અરજદારો દ્વારા સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી કરવામાં આવી હતી.
દેશમાં આજે શિક્ષણ એક મોટો કારોબાર બન્યો
આ કેસની સુનાવણી કરતા ન્યાયમૂર્તિ બીઆર ગવઈ અને ન્યાયમૂર્તિ હિમા કોહલીએ કહ્યું કે, સૌ કોઈ સારી રીતે વાકેફ છે કે દેશમાં આજે શિક્ષણ એક મોટો કારોબાર બની ગયો છે. શિક્ષણના આ કારોબારને મોટા મોટા ઔદ્યોગિક સમૂહો દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે.હવે દેશે આ અંગે વિચાર કરવો જોઈએ. તો બીજીતરફ દેશમાં મેડિકલ એજ્યુકેશન પાછળનો ખર્ચ ખૂબ જ વધારે થઈ ગયો છે તેને લીધે વિદ્યાર્થીઓએ ભારત છોડીને યુક્રેન જેવા અન્ય દેશોમાં જવું પડી રહ્યું છે. સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કોર્ટ સમક્ષ કર્યું કે દેશમાં જે પ્રકારની સ્થિતિ છે તેની ઉપર ધ્યાન આપવું જોઈએ. કોલેજોએ જ કોર્ટ સમક્ષ જણાવ્યું છે કે, તેમણે સરકારી નિયંત્રણને લીધે જ બે વર્ષનો સમય ગાળો ગુમાવી દીધો છે. અમે વિદ્યાર્થીઓની અરજીને સમજી શકીએ છીએ. પણ કોલેજો એક ઉદ્યોગ બની ચકી છે.
ભારતમાં મેડિકલ ક્ષેત્રનું શિક્ષણ ખૂબ જ મોંઘુ
દેશમાં ફાર્મસી કોલેજોની અસાધારણ સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરતાં સર્વોચ્ચ કોર્ટે જણાવ્યું હતું કે એ વાતને લઈ કોઈ શંકા નથી કે દેશમાં શિક્ષણ એક ઉદ્યોગ બની ગયો છે અને તે મોટા બિઝનેસ હાઉસિસ દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. ભારતમાં મેડિકલ ક્ષેત્રનું શિક્ષણ ખૂબ જ મોંઘુ થઈ ગયું હોવાથી યુક્રેન જેવા દેશોના વિદ્યાર્થીઓ ઓછા ખર્ચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
એન્જિનિયરીંગ કોલેજો શોપિંગ સેન્ટર્સની જેમ ચાલે
તુષાર મેહતાએ સરકારનો પક્ષ રજૂ કરતા કહ્યું કે, આ પ્રકારની કોલેજોની સંખ્યા વધી રહી હતી. માટે અમે 5 વર્ષ માટે પ્રતિબંધ મુક્યો હતો. તેમણે કર્યું છે કોર્ટ એ બાબતથી સારી રીતે વાકેફ છે કે દેશમાં કેવી રીતે એન્જીનિયરિંગ કોલેજોને શોપિંગ સેન્ટર્સની માફક ચલાવવામાં આવે છે. દેશમાં અગાઉ જ 2500 જેટલી કોલેજો છે. આ અંગે કોર્ટે સહમતિ વ્યક્ત કરતા કહ્યું કે અમે પણ દેશમાં કોલેજોની સંખ્યા વધવા દેવા ઈચ્છીએ છીએ. કોર્ટે કહ્યું કે, અમે ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને આગ્રહ કરી છીએ કે તે અરજદાર કોલેજોની માગ અંગે વિચાર કરે કે જેમણે ત્રણ હાઈકોર્ટમાં પણ અરજી દાખલ કરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).