Home Politics રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી અંગે સુપ્રીમ કોર્ટ સળવળી,ચૂંટણી પંચને ફટકારી નોટિસ

રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી અંગે સુપ્રીમ કોર્ટ સળવળી,ચૂંટણી પંચને ફટકારી નોટિસ

ગુજરાત કોંગ્રેસે રાજ્યમાં થનારી રાજ્યસભાની પેટાચૂંટણીની મતદાન પ્રક્રિયા વિશે અરજી કરી હતી.

Face Of NAtion:ગુજરાત કોંગ્રેસે સોમવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી રાજ્યમાં બે રાજ્યસભા બેઠકો પર અલગ-અલગ પેટાચૂંટણી કરાવવાના ચૂંટણી પંચના નિર્ણયને પડકાર્યો હતો. જેના પગલે સુપ્રીમ કોર્ટ આવતી બુધવારે આ અરજીની સુનાવણી હાથધરી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે ચૂંટણી પંચને નોટિસ ફટકારી અને જવાબ માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 25મી જૂને થશે.

રાજ્યસભાની આ બંને બેઠકો ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભા ચૂંટણીમાં જીતતા ખાલી પડી છે. અમરેલીથી કોંગ્રેસના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ અરજીમાં ચૂંટણી પંચને બંને બેઠકો પર એકસાથે ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપવા અનુરોધ કર્યો હતો. આ અરજીના પગલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે.

દરમિયાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે સુપ્રિમ કોર્ટે બંધારણની રક્ષા માટે ચુકાદો આપશે. આ મામલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે જેની વધુ સુનાવણી 25મી જૂને થશે