Face Of Nation 06-07-2022 : હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સુરત જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો છે. સુરતના ઓલપાડમાં વહેલી સવારે 4થી 6 બે કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેથી ઓલપાડમાંથી પસાર થતી સેના ખાડી ઓવરફ્લો થઈ ગઈ હતી. ખાડીના પાણી ઓલપાડના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં પણ ઘૂસી ગયા હતા.
ઓલપાડમાંથી પસાર થતી સેના ખાડી છલકાઈ
ઓલપાડ તાલુકામાં ભારે વરસાદના કારણે જનજીવનને અસર પહોંચી છે. ઓલપાડના કાંઠા વિસ્તાર ગણાતા દરિયા કાંઠા નજીક આવેલા ગામોમાં ભારે વરસાદ પડ્યો છે. જેના કારણે ઓલપાડમાંથી પસાર થતી સેના ખાડી છલકાઈ ગઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા મકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે. બીજી તરફ ઓલપાડની પૂર્વ પટ્ટી ગણાતા વિસ્તારમાં વરસાદ પ્રમાણસર હોવાથી ત્યાં કોઈ અનિચ્છનિય સ્થિતિ સર્જાઈ નથી.
ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ
રાત્રિના 12 વાગ્યાથી વરસાદી ઝાપટા યથાવત રહ્યા છે.સુરતના રાંદેર ઝોનમાં સવારના આઠ વાગ્યા સુધીમાં 36 મિમિ વરસાદ વરસ્યો છે. ઝાપટા સ્વરૂપે વરસતા વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ છે. બીજી તરફ કાચા સોના સમાન વરસતા વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. તો બીજીતરફ ધીમી ધારે વરસી રહેલા વરસાદને લઈને જનજીવન તરબતર થઈ ગયું છે. બીજી તરફ ખેડૂતો માટે ધીમી ધારે વરસતો વરસાદ આશિર્વાદ સમાન સાબિત થઈ રહ્યો છે. ધીમી ધારે વરસતું વરસાદી પાણી સીધું જમીનમાં ઉતરી જતું હોવાથી ખેડૂતોને ઉભા પાકને લઈને ઘણો ફાયદો થઈ રહ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).