Home Uncategorized દારૂના નશામાં રેલવે ટ્રેક પર સૂઇ જવું ભારે પડ્યું, 9 કલાક મોત...

દારૂના નશામાં રેલવે ટ્રેક પર સૂઇ જવું ભારે પડ્યું, 9 કલાક મોત સામે ઝઝૂમ્યો

Face Of Nation, 09-10-2021: સુરતમાં નશામાં ચકચૂર થયેલા એક યુવક સાથે એવી ઘટના બની કે તેની આખી દુનિયા લૂંટાઈ ગઈ. નશો દૂર થયો ત્યારે ખબર પડી કે તેના પગ જમીન પર ન હતા. હોંશમાં આવ્યા બાદ ખબર પડી કે તેણે પોતાના બંને પગ ગુમાવી દીધા છે. આ ઘટના સુરતના અમરોલી સાયણ રેલવે ટ્રેક પર બની હતી. મૂળ કાનપુરનો રહેવાસી યુવક દારૂના નશામાં રેલવે ટ્રેક પર સૂઈ ગયો હતો. કપાયેલા પગથી જીવ બચાવવા તે 9 કલાક સુધી ખાડામાં મોત સામે ઝઝૂમ્યો હતો. આખરે તેને સારવાર મળી હતી.

મૂળ કાનપુરનો ગોલુ નામનો યુવક સુરતની અંજની ઈન્ડસ્ટ્રીઝમાં મજૂરીકામ કરે છે. તેને દારૂ પીવાની આદત હતી. શુક્રવારની રાત્રે પણ તે દારૂ પીવા ઘરેથી નીકળ્યો હતો, પરંતુ સવારે તે પરત ફર્યો ન હતો. જેથી તેની સાથે રહેતા યુવકે તેની શોધખોળ હાથ ધરી હતી. સવારે રેલવે ટ્રેક ક્રોસ કરી કામે જતા મિત્રોને ગોલું ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. આખરે ગોલુને સુરતની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.

આ ઘટના વિશે મળેલી માહિતી મુજબ, ગોલુ દારૂના નશામાં અમરોલી-સાયણ રેલવે ટ્રેક પર પહોંચ્યો હતો. દારૂના નશામાં તે રેલવે ટ્રેક પર જ સૂઈ ગયો હતો. જ્યાં ટ્રેક પરથી પસાર થયેલી ટ્રેનથી તેના બંને પગ કપાઈ ગયા હતા. ટ્રેક પર કપાયેલા પગ છોડી જીવ બચાવવા ગોલું બે ટ્રેક વચ્ચેના ખાડામાં 9 કલાક સુધી ઇજાગ્રસ્ત હાલતમાં પડી રહ્યો હતો. રઝળતી હાલતમાં તે ખાડામાં રહેવા મજબુર બન્યો હતો. આખરે 9 કલાક બાદ લોકોની નજર પડતા તેને સારવાર માટે ખસેડાયો હતો. 108 ની મદદથી ગોલુને હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તેના બંને પગ ગંભીર રીતે કચડાઈ ગયા હોવાનું તબીબોએ જણાવ્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)