Home Crime પરીક્ષા ન આપવા માટે કિશોરીએ કર્યું કારસ્તાન, પોતાના જ અપહરણનું રચ્યું નાટક...

પરીક્ષા ન આપવા માટે કિશોરીએ કર્યું કારસ્તાન, પોતાના જ અપહરણનું રચ્યું નાટક અને પોલીસ થઇ દોડતી

Face Of Nation, 01-09-2021:  ટીનેજર્સ વય એવી હોય છે જેમાં સંતાનો પર ચાંપતી નજર રાખવી બહુ જ જરૂરી છે. આ ઉંમરમાં સંતાનો ક્યારેક માતાપિતાના જાણ બહાર દેખાદેખીમાં એવા કાંડ કરે છે જે પાછળથી ભારે પડતા હોય છે. ત્યારે સુરત માં 14 વર્ષીય કિશોરીનું કારસ્તાન જાણીને તેના માતાપિતા તો શું, પણ પોલીસના પગ તળેથી પણ જમીન સરકી ગઈ હતી. અંગ્રેજીની પરીક્ષા ન આપવા માટે કિશોરીએ પોતાના અપહરણનું નાટક કર્યું હતું. પોતાના અપહરણ નો વીડિયો મોકલીને તેણે સુરત પોલીસને દોડતી કરી હતી.

બન્યુ એમ હતું કે, સુરતના અડાજણ વિસ્તારમાંર હેતી 14 વર્ષીય કિશોરી મંગળવારે સવારે 11 કલાકે પોતાના ઘરેથી સ્ટેશનરી લેવા માટે નીકળી હતી. તેના બાદ તે પરત ફરી ન હતી. તેના બાદ તેનો એક ઓડિયો સામે આવ્યો હતો, જેમાં તેણે પોતાનું અપહરણ થયુ હોવાનું જણાવ્યું હતું. દીકરી ગુમ થતા માતાપિતાએ ભારે શોધખોળ કરી હતી. જેના બાદ તેમણે પોલીસ નો સંપર્ક કર્યો હતો. કિશોરીને પરત લાવવા માટે સુરત પોલીસે આકાશપાતાળ એક કરી નાંખ્યા હતા.

કિશોરીને શોધવા માટે સામાજિક કાર્યકર્તાઓ પણ મેદાને આવ્યા હતા. પોલીસે સોશિયલ મીડિયાના મારફત પણ કિશોરીની શોધખોળ ચલાવી હતી. આખરે સ્વામીનારાયણ મંદિર પાસેથી આ કિશોરી મળી આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે કિશોરીને શોધીને અડાજણ પોલીસને સોંપી હતી. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ મોબાઈલ લોકેશન ટ્રેસ કરી કિશોરીને શોધી કાઢી હતી.

આખરે પોલીસ પૂછપરછમાં કિશોરીએ જે જણાવ્યું, તે જાણીને પોલીસ પણ મોઢામાં આંગળા મૂકી ગઈ હતી. અંગ્રેજીની પરીક્ષા આપવી ન હોવાથી કિશોરીએ જાતે જ પોતાના અપહરણનું નાટક રચ્યું હતું. એટલુ જ નહિ, પોતાના અપહરણનો વીડિયો બનાવીને પરિવારને મોકલ્યો હતો. જેથી પરિવાર પણ ડરી જાય. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)