Face Of Nation, 22-11-2021: સુરતમાં ડ્રગ્સ અગેઇન નો કોમ્પરોમાઇઝ અભિયાન અંતર્ગત ડીસીબીએ નિયોલ ચેકપોસ્ટ પરથી એક ટ્રાન્સપોર્ટરને અંદાજે એક કરોડના ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. ગૃહ રાજ્ય મંત્રીના હોમ ટાઉનમાં જ બીજા શહેરોમાંથી ગાંજો લાવતા અનેક પેડલરો સામે ડીસીબીએ લાલ આંખ કરી છે.
પુણા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં નિયોલ ચેક પોસ્ટ પરથી રવિવારે ગાંજા સાથે ઝડપાયેલો અરુણ મહાદીપ ડીંડોલી વિસ્તારનો રહેવાસી છે.
તે ઘણાં સમયથી ટ્રાન્સપોર્ટનાં વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. હાલ ડીસીપી પોલીસે કરોડ રૂપિયાના ગાંજા સાથે ઝડપાયેલા ઇસમની સધન પૂછપરછ હાથ ધરી છે. ડ્રગ્સ મંગાવનાર કોણ, ગાંજા માટે ફાયનાન્સ કરનાર કોણ, ક્યાંથી લાવવામાં આવ્યો, કેટલી વાર લાવ્યા, કોને કોને આપવામાં આવે છે. એવી તમામ દિશામાં તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો અનુસાર, તે બાતમીના આધારે ઝડપી પડાયો છે. જોકે હજી સુધી એની પૂછપરછ બાકી છે. અધિકારીઓ આખી રાત આરોપીની પૂછપરછ કરવામાં વ્યસ્ત રહયાં હતા. દરમિયાન આજે સવારે આરોપીને એનડીપીએસ કેસની યાદી સાથે કોવિડ-19ની તપાસ અને શારીરિક તપાસ માટે સિવિલ લવાયો હતો. ડ્રગ્સ સાથે ઝડપાયેલા ડીંડોલીનો ઈસમ અનેકની પોલ ખોલે અને આગામી દિવસમાં અનેક મોટા માથાની અટક કરાઇ એ વાતને પણ નકારી શકાય નહીં.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)