Face Of Nation 07-03-2022 : સુરતના પાસોદરામાં સ્થાનિક લોકોની હાજરીમાં ગ્રીષ્મા વેકરિયાની ઘાતકી હત્યા કરી દેનારા આરોપી ફેનિલ ગોયાણી સામેના કેસની કોર્ટમાં કાર્યવાહી ચાલી રહી છે. આજે ફેનિલને કોર્ટમાં ફરી રજૂ કરવામાં આવ્યો છે. છેલ્લા ચાર દિવસમાં સાક્ષીઓની જુબાની લેવાઈ હતી. ચાર દિવસમાં કુલ 58 સાક્ષીની ઊલટતપાસ કરવામાં આવી છે. હવે આજે સમગ્ર હત્યા નજરે જોનારા સાક્ષીઓની જુબાની લેવામાં આવશે.
બાદમાં બચાવપક્ષે હાઇકોર્ટમાં અરજી કરી
પાસોદરામાં એકતરફી પ્રેમમાં આરોપી ફેનિલ ગોયાણીએ ગ્રીષ્માના ગળા પર ચપ્પુ મૂકી હત્યા કરી નાખી હતી. બાદમાં આરોપી ફેનિલની પોલીસે ધરપકડ કરી હતી. આરોપી ફેનિલ સામેની ચાર્જશીટ કોર્ટમાં રજૂ થયા બાદ તેની સામેની કેસ કાર્યવાહીનો પ્રારંભ થયો હતો. દરમિયાન બચાવપક્ષની અરજી હતી કે આરોપી ફેનિલ મેન્ટલી અનસાઉન્ડ છે. જોકે કોર્ટે બચાવપક્ષની આ અરજી નામંજૂર કરી હતી. બાદમાં બચાવપક્ષે હાઇકોર્ટમાં અરજી કરી હતી.
રોજની 7 કલાકની પ્રોસેસ
મુખ્ય જિલ્લા ન્યાયાધિશ વિમલ કે. વ્યાસની કોર્ટમાં ચાલી રહેલા કેસમાં સાક્ષીઓની જુબાની રોજ 7 કલાક ચાલી રહી છે. કુલ 190 વિટનેસ છે. શનિવારના રોજ ઘટનાસ્થળના સાક્ષી એવા મામલતદારની પણ જુબાની લેવાઇ હતી. સરકારી વકીલ નયન સુખડવાલાએ કહ્યું હતું કે આ સમગ્ર મેટર મહિના કે સવા મહિનામાં પૂરી થાય એવી સંભાવના છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).