Face Of Nation 16-03-2022 : સુરતના પાસોદરામાં સ્થાનિક લોકોની હાજરી વચ્ચે સરાજાહેર ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરવાના પ્રકરણમાં કોર્ટમાં ચાલી રહેલી ન્યાયિક કાર્યવાહી દરમિયાન ગમગીન દૃશ્ય સર્જાયું હતું. ગ્રીષ્માની માતા જુબાની દરમિયાન દીકરીને યાદ કરીને રડી પડ્યા હતા. થોડી વાર સતત આંસુ વહેતા રહેતા તેઓ કશું બોલી શક્યા નહતા. જોકે, મન મક્કમ રાખી તેઓએ અશ્રુધારા વચ્ચે કહ્યુ હતું કે, હું એક ડગલું ચાલી અને દીકરીના ગળા પર ચપ્પુ ફેરવી દીધુ હતુ., તેતો અમને તમામને જાનીથી મારી નાંખવા ઇચ્છતો હતો. સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ સરતપાસ કરી હતી.
ફેનિલને વેબ સિરિઝ જોવાની આદત હતી
આજે ગ્રીષ્માની માતા ઉપરાંત ફેનિલની માસીના દીકરાએ કહ્યું કે ફેનિલને સતત મોબાઇલ પર વેબ સિરિઝ જોવાની આદત હતી. નોંધનીય છે કે ફેનિલે હત્યા બાદ માસીના દીકરાને ફોન કરીને કહ્યું હતું કે તેણે ગ્રીષ્માને મારી નાંખી છે.
આજે એફએસએલની જુબાની લેવાશે
ગતરોજ વધુ સાત સાક્ષી ચકાસાતા કુલ સાક્ષી ચકાસણીની સંખ્યા 100 થઈ હતી. હવે આજ 16મી માર્ચે (બુધવાર)ના રોજ પોલીસ અધિકારી ઉપરાંત એફએસએલ, મોબાઇલ કંપનીના મેનેજરની જુબાની લેવામાં આવનાર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).