Home Gujarat ગ્રીષ્મા હત્યા કેસમાં 85 સાક્ષીઓને ડ્રોપ કર્યા, સરકાર પક્ષ દ્વારા વધુ સાક્ષીઓ...

ગ્રીષ્મા હત્યા કેસમાં 85 સાક્ષીઓને ડ્રોપ કર્યા, સરકાર પક્ષ દ્વારા વધુ સાક્ષીઓ ન તપાસવાનું કહી ‘ક્લોઝિંગ’ અપાયું

Face Of Nation 29-03-2022 : સુરતના પાસોદરામાં સરા જાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરીયાના હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી ફેનિલ ગોયાણી સામેની ન્યાયિક કાર્યવાહી ચાલી રહી છે. સરકાર પક્ષ દ્વારા આ કેસમાં વધુ સાક્ષીઓ ન તપાસવાનું કહી ક્લોઝિંગ આપવામાં આવ્યું છે. જેથી આજે આરોપી ફેનિલનું ફર્ધર સ્ટેટમેન્ટ લેવામાં આવનાર છે. જ્યારે મળતી માહિતી પ્રમાણે આવતા અઠવાડિયા સુધીમાં ગ્રીષ્મા હત્યા કેસમાં ચુકાદો આવી જવાની શક્યતા રહેલી છે.
ઓડિયો-વીડિયો ઓરિજિનલ હોવાની જુબાની
કામરેજ-પાસોદરામાં ગ્રીષ્મા વેકરીયા હત્યાકાંડના આરોપી ફેનિલ ગોયાણી વિરુધ્ધ એફએસએલ અધિકારીની છેલ્લી જુબાની લેવામાં આવી હતી. મોબાઇલ વીડિયો ક્લિપ ઓરીજનલ હોવાની જુબાની અપાઇ હતી. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ સાક્ષીઓને તપાસ્યા હતા અને બચાવપક્ષે બંને સાક્ષીઓની ઉલટ તપાસ હાથ ધરી હતી.
30મીથી ન્યાયિક કાર્યવાહીનો અંતિમ તબક્કો
સરકારપક્ષે 190 પૈકી મહત્વના 105 સાક્ષીઓની જુબાની પૂર્ણ કરી 85 સાક્ષીઓને ડ્રોપ કરીને સરકારપક્ષના પુરાવા અંગે ક્લોઝિંગ પ્રોસેસ આપી હતી. આજે આરોપી ફેનિલ ગોયાણીના એફ.એસ.ફર્ધર સ્ટેટમેન્ટ લેવાશે. જ્યારે 30મી માર્ચથી આ કેસની ન્યાયિક કાર્યવાહીનો અંતિમ તબક્કો હાથ ધરીને સરકારપક્ષ તથા બચાવપક્ષની દલીલો અને તેના સમર્થનમાં ઉચ્ચત્તમ અદાલતોના પ્રસ્થાપિત ચુકાદાના તારણો રજૂ કરશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).