Home Uncategorized Video : સુરતના હીરાબાગ સર્કલ પાસે એસીનું કોમ્પ્રેસર ફાટતા લકઝરી બસમાં આગ,...

Video : સુરતના હીરાબાગ સર્કલ પાસે એસીનું કોમ્પ્રેસર ફાટતા લકઝરી બસમાં આગ, એક મહિલા મુસાફરનું મોત એકની હાલત ગંભીર

https://youtu.be/5JI3h2QM1H4

Face of Nation 19-01-2022 : સુરતના વરાછા વિસ્તારમાં હીરાબાગ સર્કલ પાસે રાજધાની ટ્રાવેલ્સની બસમાં એકાએક આગ લાગવાની ઘટના બની છે. જેમાં એક મહિલા મુસાફર બળીને ભડથું થઈ ગઈ છે. જ્યારે અન્ય મુસાફરો દાઝી ગયા છે. દાઝેલા મુસાફરોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બસમાં આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. એકાએક લાગેલી આગને કારણે આસપાસના લોકો પણ મુસાફરોને બચાવવા માટે આવી પહોંચ્યા હતા.બસમાં સવાર મુસાફરોએ પણ પોતાના જીવ બચાવવા માટે બુમરાણ મચાવી હતી.
આ ઘટનાની જાણ થતાં જ ફાયરવિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ બુઝાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. ફાયરવિભાગની મહેનતને કારણે થોડા સમયમાં જ આગ કાબૂમાં આવી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ સુરત પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં ACનું કમ્પ્રેસર બ્લાસ્ટ થવાથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. બસમાંથી બે વ્યક્તિને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મહત્વનું છે કે, સુરતનો હીરાબાગ વિસ્તાર ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે. ત્યારે ખાનગી બસમાં આગ લાગવાની ઘટનાથી લોકો ઉમટી પડ્યાં હતા અને રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. રાજધાની ટ્રાવેલ્સ સ્લીપર કોચ બસમાં લાગી આગ લાગી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).