Face Of Nation 27-11-2022 : ભારતના વડાપ્રધાન અને ભાજપના સુપ્રીમો નરેન્દ્ર મોદી આજે ગુજરાતના સુરતમાં રોડ શો કર્યો હતો સાથે જ સભા પણ સંબોધી હતી. રોડ શો દરમ્યાન અનેક જગ્યાએ લોકોએ જોર શોરથી કેજરીવાલ, કેજરીવાલના નારા લગાવ્યા હતા. આ નારા લગાવતાની સાથે જ ધીમી ગતિએ ચાલી રહેલા મોદીના કાફલાએ વેગ પકડ્યો હતો. સુરક્ષાના કારણોસર કાફલાએ તકેદારીના ભાગરૂપે ગતિ વધારી હતી. ઉલ્લેખનીય છે કે, સુરતમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધતું જઈ રહ્યું છે જેને લઈને વડાપ્રધાને ખુદ રોડ શો અને સભા કરવી પડી હતી.
સુરતમાં શકિતવિહિન થઇ રહેલી કોંગ્રેસે તે સમયે મોટી સંખ્યામાં મતો મેળવ્યા હતા. પરંતુ આ વખતે પડકાર આમ આદમી પાર્ટી છે. સુરત શહેરમાં 6 બેઠકો એવી છે જેના પર પાટીદારોની વસ્તી બહોળી સંખ્યામાં છે. આમાંથી 3 બેઠકો વરાછારોડ, કામરેજ અને કરંજ બેઠકો એવી છે જ્યાં જો પાટીદાર મતો એક તરફી પડે તો વિજયનું ગણિત બની જાય છે. ભાજપે આ જ બેઠકો પર વર્ષ 2017માં મોટી લીડ ગુમાવી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુક (Facebook)માં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરી સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટર(Twitter) માં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
કથામાં ભાજપનો પ્રચાર કરવા લાગ્યા કહેવાતા સાધુ, સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારીની ભાજપ ભક્તિ !